Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેલ્મેટ વગરના વાહનચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી:એક મહિનામાં 1.88 લાખથી વધુ સામે કાર્યવાહી, ₹5.21 કરોડનો દંડ વસૂલાયો

    15 hours ago

    માર્ગ અકસ્માતોમાં થતા મોત અને ગંભીર ઇજાઓ ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા મે મહિનામાં ચલાવવામાં આવેલી રાજ્યવ્યાપી વિશેષ "હેલ્મેટ ડ્રાઇવ" દરમિયાન નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરીને કુલ ₹5.21 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ટ્રાફિક નિયમો દરેક માટે સમાન હોવાનો સંદેશ આપતાં 5,123 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમની પાસેથી ₹16.58 લાખનો દંડ વસૂલાયો છે. લક્ષ્ય દંડ વસૂલવાનું નહીં, પણ નાગરિકોની જિંદગી બચાવવાનું: પોલીસ વડા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 1થી 31 મે દરમિયાન યોજાયેલી આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત પોલીસનું લક્ષ્ય દંડ વસૂલવાનું નહીં, પરંતુ નાગરિકોની જિંદગી બચાવવાનું છે. તેમણે અપીલ કરી હતી કે વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિઓ માત્ર દંડના ડરથી નહીં, પરંતુ પોતાના પરિવારની સુરક્ષા અને ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો નિયમિત ઉપયોગ કરે. રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું હતું કે અનેક અકસ્માતોમાં માત્ર હેલ્મેટ પહેરવાના કારણે વાહનચાલકોનો જીવ બચ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે હેલ્મેટ ન પહેરવાના કારણે પરિવારે પોતાના સ્વજનને ગુમાવવાનો આઘાત પણ સહન કરવો પડ્યો છે. ગુજરાત પોલીસ દ્વારા સમયાંતરે દંડની જગ્યાએ ગુલાબનું ફૂલ અથવા હેલ્મેટ આપીને પણ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. રાજ્ય ટ્રાફિક બ્રાન્ચના આંકડા મુજબ હેલ્મેટ ડ્રાઇવ દરમિયાન વ્યાપક ચેકિંગ અને જાગૃતિ અભિયાનના પરિણામે મોટા પાયે નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરના ગૌટીમ્બા ગામેથી 10.51 લાખનો દારૂ ઝડપાયો:પોલીસે રેઇડ પાડી બે વિરુદ્ધ ગુનો નોંધ્યો; આરોપીઓની શોધખોળ શરૂ
    Next Article
    How To Store Peanuts Properly For Better Taste And Longer Life

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment