Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકમાસમાં સંતવાણી:માતાપિતા આધુનિક, સંતાનો સંસ્કારી બને, જનરેશન ગેપ મિટાવવા બંને પક્ષે પરિવર્તન જરૂરી

    20 घंटे पहले

    શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે સંતવાણીમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં માતાપિતાએ થોડા આધુનિક બનવું પડશે અને સંતાનોએ થોડા સંસ્કારી બનવું પડશે, તો જ જનરેશન ગેપની સમસ્યા ઉકેલી શકાશે. તેમણે કહ્યું કે, આજે દરેક ઘરમાં "તમે નહીં સમજો!" એવું વાક્ય સંભળાય છે, જે માતા-પિતા સંતાનોને અથવા સંતાનો માતા-પિતાને કહે છે. આ જ 'જનરેશન ગેપ' છે. જોકે, આ અંતર મિટાવવું અશક્ય નથી.સાધુ પ્રેમવત્સલદાસજીએ એક સુવિચાર ટાંક્યો હતો: "વિચારોના યુદ્ધમાં સંબંધો હારી જાય છે, જો સમજણના દરવાજા થોડા ખુલી જાય છે." તેમણે બદલાતા સમયને સ્વીકારવાની વાત કરી, જ્યાં માતાપિતાનો જમાનો ટાઈપરાઈટરનો હતો અને સંતાનોનો જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો છે. માતાપિતાને સંબોધતા તેમણે કહ્યું કે, સંતાનો પર નિયંત્રણ રાખવાને બદલે તેમના મિત્ર બનો. હુકમ કરવાથી તેઓ દૂર ભાગશે, જ્યારે પ્રેમથી કહેવાથી નજીક આવશે. ઘણીવાર આપણે સંતાનોને જવાબ આપવા માટે સાંભળીએ છીએ, સમજવા માટે નહીં. તેમને બોલવાની તક આપવી જોઈએ.તેમણે ઉમેર્યું કે, બાળકની આંગળી પકડવી જરૂરી છે, પણ તે મોટું થાય પછી માત્ર આંગળી નહીં, આખો હાથ પકડવાનો હોય છે. સંતાનની ઉંમર પ્રમાણે વ્યવહાર કરવો અનિવાર્ય છે. સંતાનોને ઉદ્દેશીને તેમણે કહ્યું કે, તમારી પાસે 'ગૂગલ' છે, પણ માતાપિતા પાસે 'અનુભવ' છે. ગૂગલ માત્ર માહિતી આપી શકે, પણ જીવન જીવવાની સાચી રીત વડીલો જ શીખવે છે. તેમની ચિંતાને 'દખલગીરી' નહીં, પણ તેમનો 'પ્રેમ' ગણવો જોઈએ.યુવાનો માટે ખાસ સૂત્ર આપતા તેમણે કહ્યું કે, "જેમની આંગળી પકડીને ચાલતા શીખ્યા છો, તેમને ક્યારેય ઠોકર ન વાગવા દેતા." આજના સમયમાં બંને પક્ષે સમજણ અને પરિવર્તન જ સુમેળ સાધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના જસાપર બાયપાસનો વિરોધ:100 વીઘા જમીન પ્રભાવિત થવાની ચિંતા વચ્ચે ખેડૂતોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
    Next Article
    સુરેન્દ્રનગરમાં ‘ભારત 3.0’ પ્રદર્શનનો કલેક્ટરના હસ્તે પ્રારંભ:15 જૂન, 2026 સુધી ખુલ્લું, જિલ્લા વહીવટી તંત્રની જોડાવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment