Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ‘ભારત 3.0’ પ્રદર્શનનો કલેક્ટરના હસ્તે પ્રારંભ:15 જૂન, 2026 સુધી ખુલ્લું, જિલ્લા વહીવટી તંત્રની જોડાવા અપીલ

    21 hours ago

    સુરેન્દ્રનગરમાં ‘ભારત 3.0: પરિવર્તનનો દાયકો’ શીર્ષક હેઠળ એક વિશેષ પ્રદર્શનનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનિર્માણ અને સુશાસનના 12 સફળ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત આ પ્રદર્શન ‘સંકલ્પથી સિદ્ધિ, નૂતન ભારતની સફર 2014-2026’ થીમ પર આધારિત છે. પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકી અને જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન વર્ષ 2014 થી 2026 સુધીના દેશના બદલાતા સ્વરૂપ અને વિકાસ યાત્રાને સુંદર રીતે રજૂ કરે છે. પ્રદર્શનમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, મેક ઇન ઇન્ડિયા, બેટી બચાવો બેટી પઢાવો, આયુષ્માન ભારત અને જલ જીવન મિશન જેવી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને વર્ષવાર પેનલો અને પ્રતિકૃતિઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ રસપૂર્વક પ્રદર્શન નિહાળી માહિતી મેળવી હતી. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા, સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ અને UPI જેવી ડિજિટલ ક્રાંતિની ઝાંખી પણ અહીં જોવા મળશે. આ પ્રદર્શન દેશના વિકાસની ગાથાને દર્શાવે છે. આ પ્રદર્શન 15 જૂન, 2026 સુધી નાગરિકો માટે ખુલ્લું રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ઝાલાવાડવાસીઓને આ પ્રદર્શનમાં જોડાઈને દેશની વિકાસ યાત્રાને જાણવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મેયર રાકેશ રાઠોડ અને મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ સહિતના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અધિકમાસમાં સંતવાણી:માતાપિતા આધુનિક, સંતાનો સંસ્કારી બને, જનરેશન ગેપ મિટાવવા બંને પક્ષે પરિવર્તન જરૂરી
    Next Article
    તુલસી કુંજ સિનિયર સિટીઝન ગ્રુપે કરી તીર્થ યાત્રા:ચાણોદ, કરનાળી, કુબેર ભંડારી અને ત્રિમંદિરની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment