Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદના યુવકે યુવતીના વાળ કાપી નાખ્યા:પ્રેમસંબંધ તોડી નાખતા પૂર્વ પ્રેમીનું કારસ્તાન, જાનથી મારી નાખીશ ને આત્મહત્યા કરી લઈશની ધમકી આપી

    1 day ago

    શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને પ્રેમમાં પાગલ પૂર્વ પ્રેમી દ્વારા માથામાં સ્પ્રે નાખી અને વાળ કાપીને હેરાન પરેશાન કરવામાં આવી હતી. યુવતી જ્યારે રાત્રે ઓફિસથી ઘરે પરત ફરતી હતી ત્યારે નવા વાડજ AMTS બસ સ્ટેન્ડ પાસે પાછળથી આવીને માથામાં સ્પ્રે નાખ્યો હતો અને એક અઠવાડિયા પહેલા મેટ્રો સ્ટેશન નજીક કોઈ વસ્તુથી વાળ કાપી દીધા હતા. પૂર્વ પ્રેમી દ્વારા હેરાન કરવામાં આવતા યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોરોના સમયે ઈન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવી હતી મળતી માહિતી મુજબ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં 20 વર્ષે યુવતી તેના પરિવાર સાથે રહે છે. વર્ષ 2019માં યુવતી ધોરણ 11માં અભ્યાસ કરતી હતી અને કોરોનાનો સમય ચાલતો હતો ત્યારે સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ મારફતે નડિયાદ વિસ્તારમાં રહેતા હિત ભોઈ નામના યુવક સાથે પરિચયમાં આવી હતી. બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ યુવતી જ્યારે ધોરણ 12ના ટ્યુશન ક્લાસમાં જતી હતી ત્યારે હિત તેને મળવા માટે અવારનવાર આવતો હતો. કોલેજમાં મળવા આવતા પ્રેમસંબંધ બંધાયો યુવતી ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજમાં આવી ત્યારે હિત અવારનવાર તેને ત્યાં મળવા આવતો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં યુવતીને જાણ થઈ હતી કે હિતને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ છે. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ યુવતીએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. 9 જુનના રોજ યુવતી સાંજના સમયે નવા વાડજ AMTS બસ સ્ટેન્ડ નજીક બસની રાહ જોઈને ઉભી હતી. તે દરમિયાનમાં પાછળથી તેના માથામાં કોઈ સ્પ્રે નાખ્યો એવું જણાયું હતું જેથી તરત જ પાછળ જોતા હિત ઊભો હતો અને તું અહીંયા કેમ આવે છે તેમ પૂછતા સોરી કહેવા આવ્યો છું એવું કહ્યું હતું. મેટ્રો સ્ટેશન પાસે યુવતીના વાળ કાપી નાખ્યા યુવતીએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી. જેથી હિતે કહ્યું હતું કે હું તને જાનથી મારી નાખીશ ને આત્મહત્યા કરી લઈશ. તેમજ તમારા બધાના નામ લખી દઈશ જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો. આ સમયે હિત ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 3 જૂનના રોજ પણ મેટ્રો સ્ટેશન નીચેથી પસાર થતી હતી ત્યારે શિવમ એપાર્ટમેન્ટ પાસે પાછળથી આ કોઈ સાધન વડે આવીને વાળ કાપી દીધા હતા. જેથી યુવતીએ બુમાબૂમ કરતા ત્યાંથી ભાગી ગયો હતો. અવારનવાર આ રીતે પરેશાન કરતા વાડજ પોલીસ સ્ટેશનમાં હિત ભોઈ વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભૂતિયા ડિમોલિશનમાં 'ગુજરાત MLA'ની પ્લેટવાળી રહસ્યમય ફોર્ચ્યુનરની એન્ટ્રી:સુરતમાં જમીનમાલિકના ઘર બહાર બે કાર મોડી રાત સુધી પાર્ક રહી, મીડિયા હોવાથી કોઈ લેવા ના આવ્યું
    Next Article
    પાટણમાં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા શરૂ:3,515 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, કંટ્રોલ રૂમ કાર્યરત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment