Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ધોરણ 10-12ની પૂરક પરીક્ષા શરૂ:3,515 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, કંટ્રોલ રૂમ કાર્યરત

    1 day ago

    પાટણ જિલ્લામાં ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં કુલ 3,515 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે કે. કે. ગર્લ્સ હાઇસ્કૂલ, પાટણ ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ચેકિંગ કરી પરીક્ષા ખંડ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા ચાલી રહી છે જૂન મહિનામાં લેવાઈ રહેલી આ પૂરક પરીક્ષા માટે પાટણ જિલ્લા મથકે તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં ધોરણ-10 (SSC), ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (HSC Science) અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ (HSC General)ના નાપાસ થયેલા અથવા ગુણ સુધારવા ઈચ્છતા વિદ્યાર્થીઓ બેસશે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાર્થીઓની સુવિધા માટે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ સ્થાપિત કરાયો છે, જ્યાંથી તમામ કેન્દ્રો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આંકડાકીય વિગતો મુજબ, ધોરણ-10ની પરીક્ષા માટે પાટણ જિલ્લામાં 10 બિલ્ડિંગોમાં કુલ 85 બ્લોક નિયત કરાયા છે, જેમાં 2,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 બિલ્ડિંગોના 22 બ્લોક પર 404 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 3 બિલ્ડિંગોના 24 બ્લોક પર કુલ 681 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ, સમગ્ર પાટણ જિલ્લામાં ત્રણેય પ્રવાહના મળીને કુલ 15 બિલ્ડિંગોના 131 બ્લોક પર 3,515 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર સરકારી નીતિ-નિયમો મુજબ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નડિયાદના યુવકે યુવતીના વાળ કાપી નાખ્યા:પ્રેમસંબંધ તોડી નાખતા પૂર્વ પ્રેમીનું કારસ્તાન, જાનથી મારી નાખીશ ને આત્મહત્યા કરી લઈશની ધમકી આપી
    Next Article
    ગામમાં મગર ઘૂસી આવતા લોકોમાં ભયનો માહોલ:વડોદરા પાસે બિલ ગામના રહેણાંક વિસ્તારમાં 8 ફૂટનો મગર આવી જતા દોડધામ મચી ગઈ, વન વિભાગ અને જીવરક્ષક સંસ્થાએ રેસ્ક્યુ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment