Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસીરનગર ડિમોલેશન બાદ નવો વિવાદ:ગોટાલાવાડી ટેનામેન્ટમાં આવાસ ફાળવણી સામે મહિલાઓનો સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ

    एक दिन पहले

    સુરત શહેરમાં નાસીરનગર ખાતે થયેલા ડિમોલિશન બાદ હવે પુનર્વસન અને આવાસ ફાળવણીનો મુદ્દો નવા વિવાદનું કેન્દ્ર બન્યો છે. નાસીરનગરના રહેવાસીઓને ગોટાલાવાડી ટેનામેન્ટમાં આવાસ ફાળવવાની ચર્ચા સામે સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ગોટાલાવાડી ટેનામેન્ટની મહિલાઓએ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. અન્ય વિસ્તારોના પરિવારોને આવાસ ફાળવવાની તૈયારીઓ સામે અસંતોષ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી આવાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આશરે નવ વર્ષ સુધી ભાડાના મકાનોમાં રહેવાની ફરજ પડી હતી અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લાંબી રાહ જોયા બાદ તેમને તાજેતરમાં જ ગોટાલાવાડી ટેનામેન્ટમાં મકાન ફાળવવામાં આવ્યા છે. આવા સંજોગોમાં અન્ય વિસ્તારોના પરિવારોને અહીં આવાસ ફાળવવાની તૈયારીઓ સામે તેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. 130 પરિવારોને ગોટાલાવાડીમાં આવાસ ફાળવવાની ચર્ચા સ્થાનિક મહિલા અગ્રણી કલાવતીબેને જણાવ્યું હતું કે, નાસીરનગર વિસ્તારમાંથી હટાવવામાં આવેલા આશરે 130 પરિવારોને ગોટાલાવાડી ટેનામેન્ટમાં આવાસ ફાળવવાની ચર્ચા ચાલી રહી છે. આ નિર્ણય સામે સ્થાનિક રહેવાસીઓ વાંધો ઉઠાવી રહ્યા છે. તેમના મતે, વિસ્તારની સામાજિક અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવે. અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થવાની આશંકા મહિલાઓએ પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગોટાલાવાડી ટેનામેન્ટમાં હાલમાં જે પરિવારો રહે છે તેઓ લાંબા સમયથી આવાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા અને હવે સ્થિર જીવન જીવવાની શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં નવા પરિવારોને અહીં વસાવવાના નિર્ણયથી અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે તેવી તેમની આશંકા છે. આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે વિરોધ દરમિયાન કેટલીક મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં માત્ર હિન્દુ પરિવારોને જ રાખવાની માંગ કરી રહ્યા છે. આ નિવેદન બાદ સમગ્ર મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. મહિલાઓના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે અને આવાસોની ફાળવણીનો નિર્ણય યથાવત્ રાખવામાં આવશે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. આવાસ ફાળવણી અંગેનો નિર્ણય પુનર્વિચાર કરવા અપીલ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ ચીમકી આપી હતી કે, જો 130 આવાસો અન્ય સમુદાયના પરિવારોને ફાળવવામાં આવશે તો તેઓ ધરણાં, રેલી અને અન્ય લોકશાહી માધ્યમોથી આંદોલન શરૂ કરશે. તેમણે પાલિકા તંત્રને આવાસ ફાળવણી અંગેનો નિર્ણય પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. આવાસ ફાળવણી અને પુનર્વસનનો મુદ્દો રાજકીય-સામાજિક સ્તરે ચર્ચાનો વિષય આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા તરફથી સત્તાવાર રીતે કોઈ વિગતવાર નિવેદન બહાર આવ્યું નથી. જોકે આવાસ ફાળવણી અને પુનર્વસનનો મુદ્દો હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ નાસીરનગરના અસરગ્રસ્ત પરિવારો માટે પુનર્વસનની જરૂરિયાત છે, તો બીજી તરફ ગોટાલાવાડી ટેનામેન્ટના રહેવાસીઓ પોતાની ચિંતાઓ અને માંગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. છેલ્લા 50 વર્ષથી અહીંયા શાંતિથી સાથે રહીએ છીએ ગોટાલાવાડીના રહેવાસી જીતેશ ભરતકુમાર રાણાએ જણાવ્યું હતું કે, અમે હાલ ગોટાલાવાડી ટેનામેન્ટના રહેવાસી છીએ. 304 પરિવાર રહે છે. ત્યાં 130 મકાન એક્સ્ટ્રા ફાળવવામાં આવેલા છે. હવે આજે અમારા વિસ્તારના લોકોને એવી જાણ થઈ છે કે નજીકની જે કોઈ ઝૂંપડપટ્ટી છે કોઈ નાસીરનગર ત્યાંથી અન્ય ધર્મના લોકોને અહીંયા ટ્રાન્સફર કરવાના છે. તો અમારી માંગણી એવી જ છે કે અમે આ છેલ્લા 50 વર્ષથી અહીંયા શાંતિથી હિન્દુ પરિવાર લોકો સાથે રહીએ છીએ. અમારો વિસ્તાર ગોટાલાવાડી એરિયા અશાંત ધારા કાયદા હેઠળ લાગે છે. તો પછી આ રીતે અન્ય ધર્મના લાકોને અહીંયા ટ્રાન્સફર ન કરે અને અમારા એરિયાની શાંતિ જળવાઈ રહે અને એકબીજાના ધર્મોની લાગણી દુભાય નહીં અને શાંતિથી લોકો પરિવાર સાથે મળીને રહે એવી અમે રજૂઆત કરવા આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પત્નીના ગળામાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર પતિને આજીવન કેદ:પતિના પ્રેમ સંબંધની પત્નીને જાણ થઈ જતા થયેલા પતિએ પતિની હત્યા કરી હતી, લગ્ન થઈ ગયા છતાં પતિએ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખતા
    Next Article
    વડોદરામાં દત્તક પુત્રએ વૃદ્ધ માતાને ત્રાસ આપ્યો:દત્તક લીધેલા પુત્રના ત્રાસથી કંટાળી વૃદ્ધ માતાએ 181ની મદદ લીધી, 'મને જ્યાંથી લાવ્યા ત્યાં મૂકી આવો' કહીને માતાને હેરાન કરતો મામલો પોલીસ સુધી પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment