Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પત્નીના ગળામાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર પતિને આજીવન કેદ:પતિના પ્રેમ સંબંધની પત્નીને જાણ થઈ જતા થયેલા પતિએ પતિની હત્યા કરી હતી, લગ્ન થઈ ગયા છતાં પતિએ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખતા

    एक दिन पहले

    વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામમાં પતિના પ્રેમ સંબંધની પત્નીને જાણ થઈ જતા દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્નીની ગળાના ભાગે ચાકુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. લગ્નના ત્રણથી ચાર મહિનાના સમયગાળા દરમિયાન જ પતિએ પત્નીનું ટીમ ઢાળી દીધું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી ઘેર ભેગો કરી દીધો હતો. આ કેસની સુનાવણી યોજાતા આરોપી પતિને સાવલી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટ દ્વારા આરોપીને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 27 જુલાઈ 2024ના રોજ મધરાત્રીના સમયે વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામના બાર ફળિયામાં રહેતા રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધની જાણ થઈ ગઈ હતી જેના કારણે દંપતિ વચ્ચે પતિના પ્રેમસંબંધને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા આરોપી પતિએ પત્નીને ગળાની ડાબી બાજુએ તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકતા સ્નેહાને મોત ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન મૃતકના શરીર પર ઇજાના નિશાન, ઘટના સ્થળેથી લોહીના ડાઘ અને તૂટેલી બંગડીઓ મળી આવી હતી. પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન હત્યામાં વપરાયેલુ ચપ્પુ કબજે કર્યુ હતુ. ફોરેન્સિક તપાસમાં આરોપીના કપડાં અને ચપ્પા પર મૃતકના લોહીના અંશ મળી આવતા આરોપી વિરુદ્ધના પુરાવા મજબૂત બન્યા હતા. પુરાવા અને સાક્ષીઓના આધારે સાવલીની કોર્ટે આરોપી રઘુવીરસિંહ વિજયસિંહ ચૌહાણને દોષિત ઠેરવી આજીવન કેદ અને 5 હજાર રૂપિયા દંડની સજા ફટકારી છે.
    Click here to Read More
    Previous Article
    8 વર્ષ પૂર્વે ધડ વગર મળેલા માથાનો ભેદ ઉકેલાયો:DNA ટેસ્ટ પોઝિટિવ આવતા ક્રૂર ઠેકેદાર અજીતમુલાની રાજકોટ જેલમાંથી ધરપકડ કરાશે, કામ ન કરવા બદલ બાળકની હત્યા કરી હતી
    Next Article
    નાસીરનગર ડિમોલેશન બાદ નવો વિવાદ:ગોટાલાવાડી ટેનામેન્ટમાં આવાસ ફાળવણી સામે મહિલાઓનો સુરત મનપાની મુખ્ય કચેરી ખાતે ઉગ્ર વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment