Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વર્ષ પૂર્વે ધડ વગર મળેલા માથાનો ભેદ ઉકેલાયો:DNA ટેસ્ટ પોઝિટિવ આવતા ક્રૂર ઠેકેદાર અજીતમુલાની રાજકોટ જેલમાંથી ધરપકડ કરાશે, કામ ન કરવા બદલ બાળકની હત્યા કરી હતી

    1 day ago

    રાજકોટ શહેર પોલીસ ચોપડે નોંધાયેલી સૌથી પેચીદી અને હૈયું કંપાવનારી ગુનાહિત ઘટનાઓ પૈકીની એક એવી 'ધડ વગરના માથા'ની મિસ્ટ્રી આખરે 8 વર્ષ બાદ ઉકેલાઈ ગઈ છે. 8 વર્ષ પૂર્વે ડિસેમ્બર, 2018માં આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું ધડથી કાપેલું માથું મળી આવ્યું હતું. આ ગુનામાં પશ્ચિમ બંગાળના એક શખસની સંડોવણી ખુલી છે. એક પરિવારના DNA સેમ્પલનો ગાંધીનગર ફોરેન્સિક લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આરોપી અજીતમુલા અઝમતમુલાનો જેલમાંથી કબજો મેળવી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગત વર્ષે પકડાયેલા ઠેકેદારે ઓકી હકીકત, આખો ઘટનાક્રમ આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે આજથી બરાબર એક વર્ષ પહેલાં, 7 જૂન, 2025ના રોજ રાજકોટ પોલીસે પશ્ચિમ બંગાળના એક ક્રૂર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી 21 જેટલા બાળકોને મુક્ત કરાવ્યા હતા. તે સમયે પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, અજીતમુલા પશ્ચિમ બંગાળથી ગરીબ માતા-પિતાને માસિક ₹8,000નું વેતન આપવાની લાલચ આપી બાળકોને રાજકોટ લાવતો હતો. જો કોઈ બાળક કામ કરવાની ના પાડે કે સામો જવાબ આપે, તો તે તેના પર અમાનુષી અત્યાચાર ગુજારતો હતો. એક પરિવારને બાળક પરત ન કર્યાંની કબૂલાત કરી તપાસ દરમિયાન એસીપી ક્રાઇમ ભરત બસિયાને તેના અમાનુષી કૃત્ય અંગે શંકા જતા અગાઉ ધડ વગરના મળેલ માથા અંગે પુછપરછ કરતા પોતે આવા એક બનાવને પણ અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પરંતુ આ પછી હત્યાની કોશિશના ગુનામાં બંગાળ પોલીસે તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન બંગાળ પોલીસે જ્યારે આરોપીની પુછપરછ શરૂ કરી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી ત્યારે પણ ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાએ બિનોદ હાસદા અને પૂર્ણિમા હાસદાના પુત્રને પરત ન કર્યા હોવાનું જણાવ્યું હતું. પરિવારને બંગાળથી બોલાવી DNA કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો રાજકોટ પોલીસે બિનોદ હાસદા અને પૂર્ણિમા બિનોદભાઈ હાસદાને પશ્ચિમ બંગાળથી ગુજરાત બોલાવી DNA સેમ્પલ મેળવી 8 વર્ષ પહેલા મળેલા DNA સાથે મેચ કરવા ગાંધીનગર લેબમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ પોલીસ દ્વારા ફરી ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને રાજકોટ જેલમાંથી કબજો મેળવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બાળકના શરીરના અન્ય ભાગ ક્યાં ક્યાં સ્થળે કેવી રીતે નિકાલ કર્યો તે અંગે પણ વિશેષ પુછપરછ હાથ ધરવામાં આવશે. ⇒ કેસ ટાઇમલાઇન અને ફ્લેશબેક: 18 ડિસેમ્બર, 2018ની તે ગોઝારી સવાર ઘટનાસ્થળ અને પ્રાથમિક તપાસઃ ભગવતીપરા અને રૂખડિયા કોલોની રાજીવનગરને જોડતા બેઠા પૂલ નજીક આજી નદીની વચોવચ સવારે કુદરતી હાજતે ગયેલી મહિલાઓને એક માસૂમ બાળકનું કપાયેલું માથું મળી આવ્યું હતું. સ્થાનિક નાગરિક અલ્લારખાભાઇ ઇસ્માઇલભાઈ શાહમદારે પોલીસ કંટ્રોલમાં જાણ કરતાં ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી (SOG) અને બી-ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો. શરીરના અંગોની શોધખોળઃ આજી નદીના પાણીમાં બાળકના શરીરના અન્ય અવશેષો શોધવા ફાયર બ્રિગેડના તરવૈયાઓની મદદ લેવાઈ હતી. ઉપરાંત, રૂખડિયા કોલોનીના અવાવરુ કૂવા અને ભૂગર્ભ ગટરો પણ તપાસવામાં આવી હતી, પરંતુ કંઈ હાથ લાગ્યું ન હતું. તબીબોના મતે મૃતક બાળકની વય આશરે 10થી 12 વર્ષની હતી. ઇનામની જાહેરાત અને સ્કેચઃ બાળકની ઓળખ મેળવવા માટે પોલીસે તજજ્ઞો પાસે તેનો સંભવિત ચહેરો દર્શાવતો સ્કેચ તૈયાર કરાવી જાહેર સ્થળોએ લગાવ્યો હતો અને ઓળખ આપનારને ₹50,000નું ઇનામ આપવાની જાહેરાત કરી હતી, છતાં કોઈ કડી મળી નહોતી. 2 લાખ ફોનનો ડેટા ખંગાળાયોઃ અંધારામાં તીર ચલાવી રહેલી પોલીસે આજી નદી વિસ્તારના આસપાસના ટાવરોના આશરે 2 લાખ જેટલા ફોનનો ડમ્પ ડેટા પણ ચેક કર્યો હતો અને સમગ્ર રાજ્યના ગુમશુદા બાળકોની ફાઇલો ચકાસી હતી. 114 દિવસ બાદ દફનવિધિ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં લાંબો સમય સાચવી રાખ્યા બાદ, અંતે બનાવના 114 દિવસ બાદ એટલે કે 12 એપ્રિલે બી-ડિવિઝન પોલીસે ભાવનગર રોડ પર આવેલા માનવ ક્રાંતિ બાળકોના સ્મશાન ખાતે ધાર્મિક વિધિપૂર્વક આ કપાયેલા માથાની દફનવિધિ કરી હતી. આ પણ વાંચો:પ.બંગાળના બાળકો પર અત્યાચાર મામલે રાજકારણ ગરમાયું:રાજકોટ પોલીસે 21 બાળકોને મુક્ત કરાવ્યા
    Click here to Read More
    Previous Article
    ઝેનિથ કોર્પોરેશન કંપનીની 41 કરોડની બેંક લોન છેતરપિંડી:ખોટા નાણાકીય વ્યવહારો અને સ્ટોક દર્શાવી લોન લેનારા ત્રણ પાર્ટનરો સામે ગુનો નોંધાયો
    Next Article
    પત્નીના ગળામાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર પતિને આજીવન કેદ:પતિના પ્રેમ સંબંધની પત્નીને જાણ થઈ જતા થયેલા પતિએ પતિની હત્યા કરી હતી, લગ્ન થઈ ગયા છતાં પતિએ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ ચાલુ રાખતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment