Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝેનિથ કોર્પોરેશન કંપનીની 41 કરોડની બેંક લોન છેતરપિંડી:ખોટા નાણાકીય વ્યવહારો અને સ્ટોક દર્શાવી લોન લેનારા ત્રણ પાર્ટનરો સામે ગુનો નોંધાયો

    1 day ago

    શહેરના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેનિથ કોર્પોરેશન નામની કંપની દ્વારા અલગ અલગ બેંકોમાં ખોટા નાણાકીય વ્યવહારો અને વધારાનો સ્ટોક દર્શાવીને 40 કરોડથી વધારેની લોન લઈને ચુકવણી ન કરતા અમદાવાદ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એક્સિસ બેન્કમાંથી કેશ ક્રેડિટ પર પાંચ કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. જેની પણ ચુકવણી કરવામાં આવી નથી જેને લઇને બેન્કના અધિકારી દ્વારા ફરિયાદ નોંધાવતા સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કંપનીના ત્રણ પાર્ટનરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 5 કરોડની લોનનું વ્યાજ ન ભરતા એકાઉન્ટ NPA મળતી માહિતી મુજબ લો ગાર્ડન ખાતે આવેલી એક્સિસ બેન્કની મુખ્ય બ્રાન્ચમાં થલતેજ રોડ પર આવેલી ઝેનિથ કોર્પોરેશન નામની પાર્ટનરશીપ ફર્મ દ્વારા કેશ ક્રેડિટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. કલોલના નાસ મેદ ગામે આવેલા બે પ્લોટને ગીરવે મૂકીને પાંચ કરોડ રૂપિયાની લોન બેંકમાંથી લેવામાં આવી હતી. લોનના હપ્તા નિયમિત ચૂકવવામાં આવ્યા હતા પરંતુ વ્યાજ સમયસર ભરવામાં આવ્યું નહોતું. જે બાદ એકાઉન્ટને NPA કરી દેવામાં આવ્યું હતું. બેંક દ્વારા વર્ષ 2021 થી 2024 દરમિયાનનું ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવ્યું હતું. લોનના 41.44 કરોડ ચૂકવ્યા નથી બેંક દ્વારા કરાવવામાં આવેલા ઓડિટમાં ઝેનિથ કોર્પોરેશનની અનેક ગેરરીતીઓ સામે આવી હતી. જેમાં ખોટા નાણા કીય વ્યવહારો દર્શાવ્યા, ઉઘરાણી લેવાના નાણા (Receivables) વધારી બતાવ્યા, કોલસાનો ખોટો સ્ટોક દર્શાવ્યો, મા લના વેચાણ અંગે ખોટી હકીકતો રજુ કરી, કંપનીનો માલ પોર્ટ પર હોવાનો દાવો કર્યો, પરંતુ તે અંગે કોઈ પુરાવા રજુ કર્યા નહીં. આ તમામ ગેરરીતિઓ બેંક સમક્ષ વધુ ડ્રોઇંગ પાવર (વધુ લોન સુવિધા) મેળવવા માટે કરી હતી. Axis બેંકમાંથી 5 કરોડ, HDFC બેંકમાંથી 9.75 કરોડ, SBI બેંકમાંથી 8 કરોડ, રાજકોટ કો-ઓપરેટીવ બેંકમાંથી 18 કરોડની લોન લીધી હતી. વ્યાજ સહિત કુલ 41.44 કરોડ ચૂકવવાના હતા જે ચૂકવ્યા નથી. ગિરીશ ગોયલ, હેમંત ડાંગી કંપનીમાં સક્રિય પાર્ટનર રહ્યા ઝેનિથ કોર્પોરેશનના મનીષ ડાંગી દ્વારા કંપનીના બેક એકાઉન્ટ માંથી અલગ અલગ પરિવારજનોના બેન્ક એકાઉન્ટમાં પણ કુલ 10 કરોડ રૂપિયા અંગતહિત માટે ઉપયોગ કર્યા હોવાનો સામે આવ્યું છે. ગિરીશ ગોયલ અને હેમંત ડાંગી પણ કંપનીમાં સક્રિય પાર્ટનર રહ્યા છે. તમામ લોકો દ્વારા આયોજન બંધ રીતે જુદી જુદી કંપનીઓ ઉભી કરી અને મોટી હકીકત રજૂ કરી લોન મેળવી લઇ પૈસાની ચુકવણી ન કરતા અમદાવાદ સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અજાણતા કે પછી જાણી જોઈને કરેલી ભૂલ?:વડોદરા ભાજપના 5 દિવસના કાર્યક્રમમાં મહાનુભાવોની યાદીમાંથી તત્કાલીન મેયર અને ચેરમેનનું નામ ગાયબ; પાછળથી નામ ઉમેરાયું
    Next Article
    8 વર્ષ પૂર્વે ધડ વગર મળેલા માથાનો ભેદ ઉકેલાયો:DNA ટેસ્ટ પોઝિટિવ આવતા ક્રૂર ઠેકેદાર અજીતમુલાની રાજકોટ જેલમાંથી ધરપકડ કરાશે, કામ ન કરવા બદલ બાળકની હત્યા કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment