Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારડીમાં પોલીસ જવાનનો હાથ તોડનાર 5 આરોપી જેલહવાલે:હોટલમાં રૂમ બાબતે બબાલ, એક મહિલાને મેડિકલ બેઝ પર જામીન મળ્યા

    12 hours ago

    પારડી તાલુકાના કલસર 2 માઈલ પાસે આવેલી 'મોની વિલા' હોટલમાં રૂમ આપવા બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ બાદ બંદોબસ્તમાં પહોંચેલા પારડી પોલીસ સ્ટેશનના એક જવાન પર હુમલો કરી તેનો હાથ તોડી નાખવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટે 5 આરોપીઓને જેલહવાલે કર્યા છે, જ્યારે એક મહિલા આરોપીને તબીબી કારણોસર જામીન મળ્યા છે. DySP એ. કે. વર્માએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોની વિલા હોટલમાં રાત્રે 2 વાગ્યે 4 પુરુષો અને 2 મહિલાઓ રૂમ લેવા આવ્યા હતા. હોટલના વેટરે તેમને અન્ય કોમના લોકો કહીને આઈકાર્ડ માંગ્યા હતા. આ બાબતે બોલાચાલી થઈ અને ગેરસમજ વધી. ગ્રાહકોએ 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી. 112ની ટીમ બધાને પારડી પોલીસ સ્ટેશન લઈ આવી. પોલીસ સ્ટેશનમાં વાતચીત દરમિયાન આરોપીઓએ "તમે હોટલવાળા વિરુદ્ધ ફરિયાદ કેમ નથી લેતા?" તેમ કહીને બબાલ શરૂ કરી. ત્યાં હાજર PSI અને પોલીસ જવાનો સાથે આરોપીઓએ જોરદાર માથાકૂટ કરી. આ દરમિયાન ગુસ્સે થયેલા આરોપીઓએ એક પોલીસ જવાન પર હુમલો કર્યો અને તેનો હાથ તોડી નાખ્યો. પોલીસ જવાન પર હુમલો કરવા અને ફરજમાં અડચણ ઊભી કરવા બદલ પારડી પોલીસે તરત ગુનો નોંધ્યો. પોલીસે 4 પુરુષો અને 2 મહિલાઓ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી. બધા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. કોર્ટે 5 આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો, જ્યારે એક મહિલા આરોપીને તબીબી કારણોસર જામીન આપ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના મટવાડમાં દુર્લભ ચિતલ દેખાયું:વીડિયો વાઇરલ થતાં વન વિભાગે તપાસ તેજ કરી, હેરાનગતિ કરનાર સામે કાર્યવાહી થશે
    Next Article
    રાજકોટમાં મહિલા સફાઈ કામદારના હસ્તે લોકમેળાનું ઉદ્ઘાટન:34માંથી એકેય મોટી રાઈડ શરૂ ન થઈ, કલેકટરે કહ્યું- રાઈડ એક દિવસ મોડી થાય તો વાંધો નહીં, પબ્લિક સેફટી મહત્વપૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment