Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડ, બિહાર, દિલ્હીમાં બેઠાં બેઠાં ઠગાઈ કરી:મહાનગર ગેસને નામે 3206થી વધુ ગ્રાહકને ઠગનારા ઝડપાયા

    6 days ago

    મહાનગર ગેસ લિમિટેડને નામે બનાવટી મેસેજ મોકલી એમજીએલ ગેસ અનબ્લોક ફાઈલ.એપીકે નામે બનાવટી ફાઈલ ઈન્સ્ટોલ કરવાની ફરજ પાડીને એપીકે દ્વારા મોબાઈલમાંથી બેંક વિશેની માહિતી મેળવી દેશભરમાં 3206થી વધુ ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. મુંબઈમાં એક ગ્રાહક સાથે આ રીતે ઠગોએ રૂ. 2.35 લાખની ઠગાઈ કરી હતી. આ અંગે તપાસ શરૂ કરાતાં ઝારખંડ, બિહાર અને દિલ્હીથી છ ઠગોને ઝડપી લેવાયા હતા, જેમાં આરીફ અન્સારી (28), શેખ નૌશાદ (28), મેહબૂબ આલમ (26), સાજિદ અલી (29), મોહન મહતો (23), સુનીલ સોરેન (25)નો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી 11 મોબાઈલ ફોન, 1 લેપટોપ જપ્ત કરાયા છે. ઉપરાંત વિવિધ બેન્કના આરટીઓ, મહાનગર ગેસને નામે 111 બનાવટી એપીકે ફાઈલ, ડેટાબેઝમાં 83 એપીકે સાથે સંબંધિત પેકેજ નેમ મળી આવ્યાં છે. ગૂગલ ફાયરબેઝ અને હોસ્ટિંજર સર્વરમાંથી આશરે 1.24 કરોડ એસએમએસ રેકોર્ડસ મળી આવ્યા છે. ડેટાબેઝમાંથી 8609 પીડિતાના મોબાઈલ ફોન, પીડિતો સંબંધી બેંક ખાતા નં., એટીએમ, પિન નંબર, સીવીસી, યુપીઆઈડી મળી આવ્યા છે. આ ઠગ ટોળકીએ દેશમાં 3206 ગ્રાહકો સાથે રૂ. 43.25 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    50 years of Emergency: BJP slams Congress, urges citizens to ‘remember the truth of that era’
    Next Article
    આરોપીનો લોકલ ટ્રેનમાં હત્યા કરવાનો ચોક્કસ હેતુ:ટ્રેનમાં ચાકુ મારીને યુવાનની હત્યા કરનાર આરોપીને 5 દિવસ કસ્ટડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment