Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:અપરિપક્વ બાળકની 80 દિવસની સંઘર્ષમય જીવનયાત્રા

    1 day ago

    ભુજના યાસ્મીન સાહિલ સમાના પરિવારમાં 80 દિવસની લાંબી ચિંતા અને સંઘર્ષ બાદ ખુશી પાછી ફરી છે. પ્રીમેચ્યોર ડિલિવરીમાં માત્ર અંદાજે 750 ગ્રામ વજન સાથે જન્મેલા અપરિપક્વ બાળકને ભુજની શ્યામ મેડિકેર હોસ્પિટલમાં સતત 80 દિવસની સારવાર બાદ નવું જીવન મળ્યું છે. બાળકને 28 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. શ્યામ મેડિકેરના ડૉ. વિવેકભાઈ ધોળકિયાના જણાવ્યા મુજબ, બાળક અપરિપક્વ જન્મ્યું હોવાથી તેના ફેફસાં સહિતનાં અંગોની સ્થિતિને ધ્યાનમાં રાખી વેન્ટિલેટર પર રાખી સારવાર શરૂ કરાઈ હતી. સારવાર દરમિયાન બાળકને માતા સાથે રાખવાની પ્રક્રિયા અને કાંગારૂ મધર કેર અંગે પણ વિશેષ ધ્યાન અપાયું હતું. જોકે, બાળકની સ્થિતિ વધુ બગડતી જણાતાં તપાસ કરાતા માતાના દૂધના રિપોર્ટમાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. બાળકને ઊલટી અને ઝાડા જેવી તકલીફો થવાથી તેની સ્થિતિ વધુ પડકારજનક બની હતી. તેમ છતાં હોસ્પિટલના તબીબો અને સ્ટાફની સતત દેખરેખ તથા સારવારના પરિણામે બાળકની તબિયતમાં ધીમે ધીમે સુધારો થયો હતો. હાલ સારવાર બાદ બાળકનું વજન વધીને 1.200 કિલો થયું છે અને તબિયત સ્થિર થતાં આજે તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ફેફસાંનું ઇન્જેક્શન 19 હજારનું : ખર્ચ ટ્રસ્ટે ઉઠાવ્યો શ્યામ મેડિકેરના જેમલભાઈ રબારીએ જણાવ્યું હતું કે બાળકની આયુષ્માન કાર્ડ યોજના હેઠળની સારવાર નિઃશુલ્ક કરાઈ હતી.ઉપરાંત એક્સ-રે, લેબોરેટરી તપાસ, ફેફસાંના રિપોર્ટ, જરૂરી દવાઓ અને ફેફસાં મજબૂત કરવા માટેનાં ઇન્જેક્શન સહિતનો અંદાજે રૂ.19 હજાર વધારાનો ખર્ચ અરજણ ચોથાભાઈ આહિર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. સારવાર માટે પરિવાર પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી. આયુષ્માન કાર્ડ હેઠળ 816 બાળકોને સારવાર ભુજની શ્યામ મેડિકેર હોસ્પિટલ ખાતે છેલ્લા છ વર્ષમાં આયુષ્માન કાર્ડ દ્વારા 816 નવજાત બાળકોને નિઃશુલ્ક સારવાર અપાઈ છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 5,200 આયુષ્માન કાર્ડ અને જી-કાર્ડ પણ નિઃશુલ્ક બનાવી અપાયા છે. દર્દી આયુષ્માન કાર્ડ હેઠળ દાખલ થાય અને તેની પાસે કાર્ડ ન હોય તો પણ બે-ત્રણ દિવસમાં કાર્ડ બની જાય ત્યાં સુધીની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. આ પ્રકારની સારવારમાં થતો ખર્ચ અરજણ ચોથાભાઈ આહિર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવે છે. કેન્સર જેવા જટિલ રોગોની સારવારમાં પણ ટ્રસ્ટ દ્વારા રાહતદરે સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગરમી 37.8 ડિગ્રી થઇ:પખવાડિયામાં 9 દિવસ પારો 37 ડિગ્રીથી વધુ નોંધાયો
    Next Article
    ઠગાઈ:શેરબજારમાં રોકાણના નામે મેનેજર સાથે રૂા.15.82 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment