Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિની લવ લાઇફને પરિવારની મંજૂરી મળશે, સિંહ રાશિના જાતકો માટે સોના જેવો ચમકતો દિવસ

    19 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 11 જૂન 2026, ગુરુવારના રોજ અધિક જેઠ વદ અગિયારસ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ મીન છે. રાહુકાળ બપોરે 02:19 થી 03:59 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ સમસ્યાનો ઉકેલ મળશે અને તમે તમારા અન્ય કાર્યો પર પણ ધ્યાન આપી શકશો. પરિવારના સભ્યોની સાથે ઘરની સારસંભાળ સંબંધી કેટલીક યોજનાઓ બનશે. યુવા વર્ગ પોતાના ભવિષ્ય સાથે સંબંધિત કોઈ કાર્યને લઈને ઉત્સાહિત રહેશે અને સફળતા પણ મળશે. નેગેટિવ- પોતાના ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં ઉણપ ન આવવા દો. બહારની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપવાને કારણે તમારા વ્યક્તિગત કાર્યો અટકી શકે છે. પોતાની યોજનાઓને અમલમાં મૂકતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિ સાથે સલાહ-મશવરો અવશ્ય કરો. જરૂરી દસ્તાવેજો સંભાળીને રાખો. વ્યવસાય- વ્યવસાયમાં પોતાના ઓર્ડર કે કામને સમયસર પૂરું કરવાનો પ્રયાસ કરો. હાર્ડવેરના વેપારીઓને આર્થિક લાભ થવાનો છે. કોઈ નવું કામ કરતા પહેલા તેના વિશે પૂરો અભ્યાસ કરી લો, તો આ કામ તમારા માટે અત્યંત સરળ અને લાભદાયક સાબિત થશે. લવ- દામ્પત્ય સંબંધોમાં પરસ્પર તાલમેલથી ઘરમાં સુકૂનભર્યો માહોલ રહેશે. લવ પાર્ટનરની સાથે મુલાકાતની તકો મળશે. સ્વાસ્થ્ય- આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરવું તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવશે તથા તમે પોતાને ઉર્જાવાન અનુભવશો. લકી કલર- ક્રીમ લકી નંબર- 5 પોઝિટિવ- ઘરમાં સંબંધીઓના આગમનથી મહેમાનગતિમાં સમય પસાર થશે તથા વિશેષ મુદ્દા પર સકારાત્મક ચર્ચા-વિચારણા પણ રહેશે. અટકેલી પેમેન્ટ સરળતાથી પ્રાપ્ત થઈ જશે અને આર્થિક સ્થિતિ વધુ સારી થવાથી તમારા આત્મવિશ્વાસ અને મનોબળમાં વધારો થશે. નેગેટિવ- કોઈ પણ યોજના પર કાર્ય કરતા પહેલા તેનાથી સંબંધિત યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. ઘરની કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. બાળકોની પરેશાનીઓના નિવારણ માટે થોડો સમય તેમની સાથે પણ પસાર કરવો જરૂરી છે. વ્યવસાય- રાજકીય અને વ્યવસાયિક લોકો સાથે તમારા સંબંધો લાભદાયક સાબિત થશે અને તમે કોઈ વિશેષ નિર્ણય લેવામાં પણ સક્ષમ રહેશો. કોઈ અટકેલું સરકારી કાર્ય પણ આજે ઉકેલાઈ શકે છે. નોકરીમાં કોઈ ઈન્ક્વાયરી થવાની સ્થિતિ બની રહી છે, તેથી લાપરવાહી બિલકુલ ન કરો. લવ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. અચાનક જ કોઈ વિજાતીય મિત્રના મળવાથી જૂની ખુશનુમા યાદો તાજી થશે. સ્વાસ્થ્ય- અસંતુલિત ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. સાથે જ વર્તમાન વાતાવરણના કારણે ઈન્ફેક્શન જેવી સમસ્યા પણ રહેશે. લકી કલર- લાલ લકી નંબર- 1 પોઝિટિવ- પૈતૃક સંપત્તિનો કોઈ મામલો અટકેલો છે તો આજે પરસ્પર તાલમેલથી ઉકેલ કાઢવાનો પ્રયાસ કરો, ચોક્કસપણે સફળતા (કામયાબી) મળશે. જો ક્યાંક પૈસા અટકેલા છે તો પાછા મળવાની યોગ્ય સંભાવના છે. તમારા સહજ અને ઉત્તમ સ્વભાવના કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે. નેગેટિવ- ઉતાવળ અને લાપરવાહીમાં કોઈ પણ કામ કરવું નુકસાન પણ આપી શકે છે. બીજાની વાતોમાં આવવાને બદલે પોતાના વિચારોને પ્રાથમિકતા આપો. વિદ્યાર્થીઓનું ધ્યાન ભણવામાંથી ભટકી શકે છે. નકામી મોજ-મસ્તીમાંથી ધ્યાન હટાવીને પોતાના કરિયર તરફ ધ્યાન આપો. વ્યવસાય- કારોબારમાં તમારી સાથે કોઈ દગો થઈ શકે છે, તેથી સચેત રહો. જોકે મીડિયા અને જનસંપર્કથી તમને ફાયદો પણ થશે. ઓફિસના માહોલમાં થોડું રાજકારણ જેવું વાતાવરણ રહેશે. તેથી માત્ર પોતાના કામ સાથે જ મતલબ રાખો. લવ- ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. યુવાન લોકો વિજાતીય વ્યક્તિઓ સાથે વધારે મેળજોળ ન રાખે, તમારા માન-સન્માન પર વાત આવી શકે છે. સ્વાસ્થ્ય- બદલાતા હવામાનની અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. લાપરવાહી ન રાખો. હલકો તથા સુપાચ્ય ખોરાક ગ્રહણ કરો. લકી કલર- બદામી લકી નંબર- 9 પોઝિટિવ- સામાજિક પ્રવૃત્તિઓમાં તમારો ઝુકાવ રહેશે. તમને સોસાયટીમાં માન-સન્માન મળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પર પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો ગંભીરતાથી આના પર વિચાર કરો, આ સમયે પરિસ્થિતિઓ સાનુકૂળ છે. નેગેટિવ- વીતેલી નકારાત્મક વાતોને વર્તમાન પર હાવી ન થવા દો. રૂપિયા-પૈસાની બાબતમાં કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. સાથે જ નકામા ખર્ચાઓ પર પણ કાપ મૂકો. વિદ્યાર્થીઓ તથા યુવા વર્ગને પોતાના કરિયર સંબંધી પ્રવૃત્તિઓ પર હજી વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય- આર્થિક બાબતોમાં વધુ મનન અને ચિંતન કરવાની જરૂર છે. જોકે કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને દબદબો બનેલો રહેશે. પોતાની યોજનાઓને સિક્રેટ રાખો, તથા કામની ક્વોલિટીને હજી વધુ બહેતર બનાવો. ઓફિસમાં સ્ટાફ વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. લવ- પતિ-પત્નીના સંબંધો સુખદ અને ખુશનુમા રહેશે. પ્રયાસ કરવા પર પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પારિવારિક સ્વીકૃતિ મળી શકે છે. સ્વાસ્થ્ય- મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે. કોઈ પ્રકારનું ઈન્ફેક્શન પરેશાન કરી શકે છે. લકી કલર- ઓરેન્જ લકી નંબર- 3 પોઝિટિવ- આ સમયે ગ્રહ ગોચર સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. કાર્યોના બોજમાંથી સુકૂન મેળવવા માટે પરિવાર સાથે મોજ-મસ્તી કરવી તમને ઉર્જાવાન રાખશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. માત્ર આળસ છોડીને પૂરા મનથી પોતાના લક્ષ્યને પૂરું કરવા માટે તમારા તરફથી ભરપૂર પ્રયાસ રહેશે. નેગેટિવ- પોતાના કોઈ વિશેષ કાર્યને લઈને કરવામાં આવેલી મહેનતના યોગ્ય પરિણામ ન મળવાથી થોડી તણાવની સ્થિતિ રહી શકે છે. પરંતુ બીજાની વાતોમાં ધ્યાન ન આપીને પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. ઘરના વડીલોનું સન્માન અને તેમની સેવા કરવાની તક બિલકુલ ન છોડો. વ્યવસાય- માર્કેટીંગ તથા મીડિયા સાથે સંબંધિત વધુ માહિતી મેળવવી તમારા વ્યવસાયની પ્રગતિમાં સહાયક રહેશે. તમને ઉત્તમ ઉપલબ્ધિ હાસિલ થશે. પરંતુ પોતાની યોજનાઓને કોઈની સામે જાહેર ન કરો. નોકરીમાં કોઈ સહયોગીના કારણે કોઈ સમસ્યા આવી શકે છે. લવ- પતિ-pત્ની તથા પ્રેમ સંબંધો ખુશનુમા રહેશે. સાથે જ મિત્રો સાથે મુલાકાત પણ પ્રસન્નતા આપશે. સ્વાસ્થ્ય- સકારાત્મક રહો તથા થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પણ પસાર કરો. આનાથી તણાવ અને થાકમાંથી રાહત મળશે. લકી કલર- વાદળી લકી નંબર- 6 પોઝિટિવ- પોતાના મનપસંદ કાર્યોને પ્રાથમિકતા આપતા દિવસ પસાર કરો. મેળજોળ વધશે તથા આ સંપર્કો તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. પ્રોપર્ટીની ખરીદ-વેચાણ સંબંધિત અટકેલા કાર્યો આજે ગતિ પકડશે. ફાઇનાન્સ સંબંધી કોઈ કાર્ય પણ આજે સંપન્ન થઈ શકે છે. નેગેટિવ- નકામી પ્રવૃત્તિઓમાંથી ધ્યાન હટાવીને પોતાના ઘર અને વ્યવસાય પર ધ્યાન આપો. કોઈ પણ પ્રકારની ઉધારી અથવા લેણ-દેણ કરતી વખતે લેખિત કાર્યવાહી જરૂર કરો. વિદ્યાર્થીઓને પોતાની પરીક્ષા સંબંધી સાનુકૂળ પરિણામ ન મળવાથી મન થોડું પરેશાન રહેશે. વ્યવસાય- કારોબારમાં અતિશય કાર્યભાર રહેશે અને વ્યવસ્થા પણ વધુ સારી કરવી પડશે. પરંતુ ઉતાવળના બદલે ગંભીરતા અને સાવધાનીપૂર્વક પોતાના કાર્યોને અંજામ આપો. સરકારી કાર્યમાં કોઈ પરેશાની આવવા પર વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે. લવ- વૈવાહિક સંબંધો મધુર રહેશે તથા ઘરમાં સુખદ માહોલ હશે. પ્રેમ સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. માત્ર પોતાની દિનચર્યા અને વિચારોને સકારાત્મક બનાવી રાખો. લકી કલર- સફેદ લકી નંબર- 4 પોઝિટિવ- આજે ઘણી બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા રહેશે. ભવિષ્ય સંબંધી યોજનાઓ પર ચર્ચા-વિચારણા કરવા તથા તેમને સાકાર કરવા માટે સાનુકૂળ સમય છે. કોઈ નવી યોજનાને અમલમાં મૂકવામાં ભરપૂર મહેનત કરો. સફળતા પણ હાસિલ થશે. નેગેટિવ- કોઈ પણ ખોટી વાત પર તરત જ પ્રતિક્રિયા આપવાના બદલે શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયત્ન કરો. જો કોઈ સરકારી મામલો ચાલી રહ્યો છે, તો સાવધાની રાખવાની જરૂર છે. ક્રોધ અને આવેશમાં પરિસ્થિતિઓ વધુ બગડી શકે છે તથા અકારણ જ કોઈની સાથે ગેરસમજ પણ રહેશે. વ્યવસાય- કારોબારી પ્રવૃત્તિઓમાં સમય અનુસાર બદલાવની જરૂર છે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં કોઈ નુકસાન થવા જેવી સ્થિતિ બની રહી છે. પ્રોપર્ટી, વીમો, કમિશન વગેરેથી સંબંધિત વ્યવસાયમાં મહત્વપૂર્ણ ડીલ થઈ શકે છે. ઓફિસમાં વધુ કામના કારણે ઓવરટાઇમ પણ કરવો પડશે. લવ- ઘરમાં સુખ-શાંતિ રહેશે. કોઈ સભ્યને ભાવનાત્મક સપોર્ટ આપવાની પણ જરૂરિયાત રહેશે. વિવાહ યોગ્ય વ્યક્તિઓ માટે પણ ઉત્તમ સંબંધની સંભાવના છે. સ્વાસ્થ્ય- ગેસ અને એસિડિટીની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી જરૂરી છે. લકી કલર- કેસરી લકી નંબર- 1 પોઝિટિવ- વ્યક્તિગત બાબતોને લઈને કોઈ પ્લાનિંગ થશે, સાથે જ અનુભવી લોકોના સાનિધ્યમાં તમને સકારાત્મક અનુભવો શીખવા મળશે. પ્રોપર્ટી સંબંધી કોઈ પણ કાર્યને પૂરું કરવા માટે યોગ્ય સમય છે. યુવાનોને કોઈ કાર્ય પ્રત્યે કરવામાં આવેલી મહેનતના ઉત્તમ પરિણામો મળશે. નેગેટિવ- લાપરવાહીમાં આવીને કોઈ નિયમનું પણ ઉલ્લંઘન ન કરો. કોઈ કાનૂની અડચણમાં પણ ફસાઈ શકો છો. પોતાની દિનચર્યાને વ્યવસ્થિત રાખવી અતિ આવશ્યક છે. નાની અમસ્તી વાતને લઈને મનદુઃખ કરવું તમારા માન-સન્માન પર અસર કરશે. વ્યવસાય- વ્યવસાય સાથે સંબંધિત કોઈ પણ પ્રકારનું જોખમ લેવાથી બચવું પડશે. જો લેણ-દેણનું કાર્ય કરી રહ્યા છો, તો તેના પર ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂર છે. મેનેજમેન્ટ તથા કર્મચારીઓ વચ્ચે તાલમેલ જાળવી રાખવો જરૂરી છે. મીડિયા તથા માર્કેટિંગ સંબંધિત કાર્યોને આજે ન કરો. લવ- પરિવારમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. આનાથી પરસ્પર નિકટતા વધશે. યુવાનોની દોસ્તીમાં થોડી કડવાશ આવી શકે છે. સ્વાસ્થ્ય- કામની અધિકતાના કારણે શારીરિક અને માનસિક થાક રહી શકે છે. યોગ્ય આરામ તથા થોડો સમય એકાંતમાં પસાર કરવો શાંતિ આપશે. લકી કલર- વાદળી લકી નંબર- 9 પોઝિટિવ- કોઈ પણ નકારાત્મક સ્થિતિ બનવા પર તમને યોગ્ય માર્ગદર્શન મળવાથી સમસ્યા હલ થઈ જશે. ઘરમાં પણ યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ સફળ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અથવા સંશોધન સંબંધી કાર્યોમાં યોગ્ય પરિણામો પ્રાપ્ત થશે. નેગેટિવ- લેણ-દેણ કે ઉધારી સાથે સંબંધિત કાર્યોમાં હિસાબ કરતી વખતે લાપરવાહીના કારણે કંઈક ગરબડ થઈ શકે છે. પોતાના નિર્ણયને જ પ્રાથમિકતા આપો. બીજા પર વધુ વિશ્વાસ કરવો તમને નુકસાન પણ આપી શકે છે. કોઈ પણ પ્રકારની અવરજવરથી બચો. વ્યવસાય- વ્યાવસાયિક સ્થિતિ સામાન્ય જ રહેશે. પોતાની માર્કેટિંગ તથા પ્રોડક્ટ્સ સંબંધી પ્રવૃત્તિઓમાં સુધારો લાવવાની જરૂર છે. ફેક્ટરી, કારખાના, મેન્યુફેક્ચરિંગ વગેરે સંબંધી કાર્યોમાં વધુ લાભ મળવાની આશા છે. પરંતુ ભાગીદારી જેવા મામલાઓમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવું યોગ્ય નથી. લવ- વૈવાહિક સંબંધોમાં નિકટતા રહેશે, પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર તાલમેલ જળવાઈ રહેશે. પરંતુ લગ્નેતર સંબંધોથી અંતર જાળવી રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય- લાપરવાહીના કારણે કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ફરી ઉભરી શકે છે. પોતાની ખાવાપીવાની આદતોને સુધારો. લકી કલર- વાદળી લકી નંબર- 8 પોઝિટિવ- કોઈ મનોવાંછિત કામ પૂરું થવાથી સુકૂન મળશે અને ગુમાવેલો આત્મવિશ્વાસ પણ ફરી જાગૃત થશે. યુવાનો પોતાની મહેનત અને યોગ્યતાના બળ પર કોઈ સમસ્યાનું સમાધાન શોધવામાં સફળ રહેશે. જ્ઞાનવર્ધક તથા રસપ્રદ સાહિત્ય વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ- વધારે દેખાડાની પ્રવૃત્તિ રાખવી તમને નુકસાન આપી શકે છે. બહારના લોકો સાથે મળતી-ઝુલતી વખતે થોડી સાવધાની રાખો, કેટલાક લોકો સ્વાર્થની ભાવનાથી તમારો ઉપયોગ કરી શકે છે. કોઈ ખાસ યોજના સ્થગિત પણ કરવી પડી શકે છે. વ્યવસાય- આ સમયે પોતાના કાર્ય કરવાની પ્રણાલીમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે. બપોર પછી પરિસ્થિતિઓ થોડી લાભદાયક બનશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અડચણો દૂર થશે. પરંતુ આર્થિક સ્થિતિ મધ્યમ રહેવાના કારણે પોતાનો આત્મવિશ્વાસ ઘટવા ન દો. લવ- ઘરમાં શાંતિપૂર્ણ માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે, જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય- તમારી લાપરવાહીના કારણે કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ફરી ઉભરી શકે છે. પોતાનો યોગ્ય ઈલાજ અવશ્ય લો. લકી કલર- પીળો લકી નંબર- 5 પોઝિટિવ- કેટલીક નવી ઉપલબ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે. આ શ્રેષ્ઠ સમયનો યોગ્ય સદુપયોગ કરો. સામાજિક સ્તર પર પણ તમને કોઈ અનુભવીની મદદથી નવી ઓળખ મળવાની છે. આ સમયે વિરોધીઓ પણ તમારા વ્યક્તિત્વ સામે હથિયાર હેઠા મૂકી દેશે. નેગેટિવ- સિવિલ સર્વિસની તૈયારી કરી રહેલા યુવાનોએ આમતેમની વાતોમાં સમય બગાડવાનો નથી. જોખમી પ્રવૃત્તિના કાર્યો જેમ કે લોટરી, જુગાર-સટ્ટો વગેરે જેવા કાર્યોમાં નુકસાન થવાની આશંકા બનેલી છે. નકામા ખર્ચાઓ રહેશે. કોઈ પણ સરકારી મામલાને લાપરવાહીમાં ન લો. વ્યવસાય- કામકાજને લઈને કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ બનશે, જે આર્થિક રીતે ખૂબ લાભદાયક સાબિત થશે. વ્યાપારિક સંબંધો હજી વધુ મજબૂત બનશે. કલાના ક્ષેત્રમાં કરિયર બનાવવા ઈચ્છતા લોકોને કોઈ આશા દેખાશે. નોકરીમાં તમારા સહકર્મીઓ જ તમારી વિરુદ્ધ અફવાઓ ફેલાવી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ મધુરતાપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધો ખુશનુમા બનેલા રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્યને લઈને નબળાઈ અને સુસ્તી રહેશે. તેથી કામની વચ્ચે આરામ લેવો પણ અતિ આવશ્યક છે. લકી કલર- લીલો લકી નંબર- 7 પોઝિટિવ- આજે તમારી કોઈ ઈચ્છા પૂરી થશે, માત્ર ખૂબ વધારે મહેનતની જરૂર છે. આર્થિક સ્થિતિઓને મજબૂત કરવામાં પણ તમારું પૂરું ધ્યાન લાગેલું છે. સગા-સંબંધીઓનો પણ તમારી આ યોજનાઓમાં ભરપૂર સહયોગ મળશે. થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ પસાર થશે. નેગેટિવ- કોઈ મિત્ર અથવા પાડોશી સાથે નાની અમસ્તી વાતને લઈને મનદુઃખ થવાની સ્થિતિ બની રહી છે. ધીરજ અને સંયમથી સમસ્યાનો ઉકેલ કાઢો. કોઈ પણ કાનૂની મામલો ચાલી રહ્યો છે, તો તેને ઝડપથી ઉકેલવાનો પ્રયત્ન કરો, નહિતર સમસ્યા વધી પણ શકે છે. વ્યવસાય- પબ્લિક રિલેશન તમારા માટે વ્યવસાય સંબંધી નવા સ્ત્રોતો ઉત્પન્ન કરશે. પ્રોપર્ટી સાથે સંબંધિત વ્યવસાયમાં વિશેષ લાભ મળશે. સરકારી નોકરીમાં કોઈ જવાબદારીનું કામ રહેશે અને તેને પૂરું કરવામાં ખૂબ જ વધારે મહેનત-મજૂરી પણ કરવી પડી શકે છે. લવ- વૈવાહિક જીવન ઠીક રહેશે. પરંતુ મિત્રો સાથે ખૂબ વધારે સમય પસાર કરવો પારિવારિક સુખ-શાંતિને ભંગ કરી શકે છે. સ્વાસ્થ્ય- તણાવ અને ચિંતાના કારણે ઊંઘ ન આવવા જેવી ફરિયાદ રહી શકે છે. મેડિટેશન માટે પણ થોડો સમય અવશ્ય કાઢો. લકી કલર- ગુલાબી લકી નંબર- 2
    Click here to Read More
    Previous Article
    11 જૂનનું ટેરો રાશિફળ:વૃશ્ચિક રાશિના લોકો સંપત્તિ વિવાદમાં ભરાશે, ગુસ્સા પર કાબૂ કરો; ધન રાશિના જાતકોને ધનલાભનો યોગ
    Next Article
    જામનગર મનપાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી મળી:₹3.80 કરોડના વિકાસ કામો મંજૂર, ભંગારથી ₹10 લાખની આવક

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment