Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટી મળી:₹3.80 કરોડના વિકાસ કામો મંજૂર, ભંગારથી ₹10 લાખની આવક

    17 hours ago

    જામનગર મહાનગરપાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક આજે તા. ૧૦-૦૬-૨૦૨૬ના રોજ ચેરમેન ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં મેયર મોનીકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર અને મ્યુનિસિપલ કમિશ્નર દિપેશ કેડીયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શહેરના વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે કુલ રૂપિયા 3 કરોડ 80 લાખના ખર્ચની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, મહાનગરપાલિકાની વિવિધ શાખાઓમાં એકત્ર થયેલા ભંગારના નિકાલ (વેચાણ) થકી રૂપિયા 10 લાખની આવક મેળવવાની દરખાસ્ત પણ મંજૂર કરાઈ હતી. આ નિર્ણયથી મનપાની તિજોરીમાં આવક થશે. મંજૂર કરાયેલા મુખ્ય વિકાસ કામોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વેસ્ટ ઝોન વોર્ડ નં. 7 વિસ્તારની ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી પાકા સી.સી. રોડ અને પેવર બ્લોક બનાવવા માટે રૂપિયા 2 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરની સ્ટ્રીટ લાઈટના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરીને વધુ ત્રણ મહિનાનું એક્સ્ટેંશન આપવા માટે રૂપિયા 51.61 લાખની દરખાસ્ત મંજૂર થઈ. રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે રૂપિયા 46.82 લાખ ફાળવવામાં આવ્યા. મનપાની લાઈટ શાખા માટે ઇલેક્ટ્રિક આઇટમોની ખરીદી માટે રૂપિયા 40 લાખ અને પોલિટેકનિક કોલેજ રેલ્વે ક્રોસિંગથી બેડી પોર્ટ જંકશન સુધી નવી લાઈટિંગ માટે રૂપિયા 16.61 લાખ મંજૂર કરાયા. પાણી પુરવઠા વિભાગના બોરિંગ માટે ગેલ્વેનાઈઝ પાઈપ અને અન્ય જરૂરી આઇટમો ખરીદવા રૂપિયા 15 લાખ, તેમજ જુદી જુદી શાખાઓ માટે ઓફિસ ફર્નિચર ખરીદવા રૂપિયા 10 લાખની મંજૂરી અપાઈ. પ્રથમ બેઠકમાં જ જામનગર શહેરના આંતરમાળખાકીય અને જનહિતના કામોને અગ્રતા આપીને ઝડપી મંજૂરી અપાતા આગામી દિવસોમાં વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિની લવ લાઇફને પરિવારની મંજૂરી મળશે, સિંહ રાશિના જાતકો માટે સોના જેવો ચમકતો દિવસ
    Next Article
    પ્રભાસતીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પર ભાજપની મહાઆરતી:PM મોદીના સૌથી લાંબા કાર્યકાળની ઉજવણી, મંત્રી-સાંસદ સહિત આગેવાનો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment