Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર કેમ માંગે છે':બોપલમાં મોત પહેલાં મહાવીરસિંહે પાડોશી સાથે ઝઘડો કરી માર માર્યો, યુવકની માતાની ત્રણ શખ્સો સામે ફરિયાદ

    1 week ago

    અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગુજસીટોકના આરોપી મહાવીરસિંહ સિંધવનું ફ્લેટની બારીમાંથી પડી જવાથી મોત થયું હતું. જોકે, આ ઘટના પહેલાં આરોપીએ પાડોશી યુવકને પોતાની ગર્લફ્રેન્ડનો નંબર અને નામ કે માંગે છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને મહાવીરસિંહ અને તેના સાથેના બે યુવક દ્વારા તેને પકડીને માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા પાડોશી યુવકની માતાની મહાવીરસિંહ અને તેના બે સાગરીતો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. 'તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર અને નામ કેમ માંગે છે' મળતી માહિતી મુજબ ઘુમા વિસ્તારમાં વિભૂષા બંગલો રોડ પર 'અક્ષર લક્ઝ્યુરિયા' ફ્લેટમાં રીટાબેન સોલંકી તેમના પુત્ર સાથે રહે છે. 9 જૂનના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાની આજુબાજુ અવાજ આવતો હતો તેથી પોતે જાગી અને જોતા તેમના ફ્લેટમાં 403 નંબરમાં રહેતા મહાવીરસિંહ અને તેની સાથેના બે વ્યક્તિ ઊભા હતા. આ મહાવીરસિંહે કહ્યું હતું કે, માસી બહાર આવો જેથી દરવાજો ખોલતા તેમણે કહ્યું હતું કે તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર અને તેનું નામ કેમ માંગે છે તેમ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. મહિલાની સામે જ તેના પુત્રને માર માર્યો રીટાબેનનો પુત્ર ત્યાં ઉભો હતો ત્યારે તેને પકડીને બહાર લઈ ગયા હતા અને બીજા બે માણસોએ પકડી રાખીને મહાવીરસિંહે માર માર્યો હતો. રીટાબેન પોતાના પુત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા અને બૂમાબૂમ થતા ફ્લેટના માણસો આવી ગયા હતા. બીજા માણસો આવી જતા તેમને પણ મારવા માટે દોડ્યા હતા, ત્યારે બધા ફ્લેટની નીચે ઉતરી ગયા હતા અને 112 નંબર પર ફોન કરતા પોલીસની સાયરન વાગતી ગાડી આવી હતી. જેથી મહાવીરસિંહ પોતાના ફ્લેટમાં જતો રહ્યો હતો. મહિલાની બોપલ પોલીસમાં ફરિયાદ થોડીવાર બાદ મહાવીરસિંહ પોતાની ફ્લેટની બારીમાંથી નીચે પડી ગયો હતો અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ મામલે રીટાબેને મહાવીર સિંહ અને તેના બે સાગરિતો વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વીજ લાઈનો મુદ્દે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ DGP સમક્ષ પહોંચી:પોલીસ દમન, પ્રવેશબંધી અને ખેડૂતો સાથેના વર્તન અંગે સવાલ ઉઠાવ્યા
    Next Article
    ગોધરામાં GST ઇન્સ્પેક્ટરના ઘરમાંથી 10 તોલા સોનાની ચોરી:પરિવાર વતનમાં ગયો હતો; તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યો; પોલીસતપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment