Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો:રાજસ્થાન ટુરિઝમમાં ચેરમેન બનાવવાના નામે લીધેલા પૈસા પાછા આપવા ના પડે એટલે છરી મારી કારમાં તોડફોડ કરી હતી

    1 day ago

    રાજસ્થાન ટુરિઝમ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાની લાલચ આપીને પડાવી લીધેલા કરોડો રૂપિયા પરત ન આપવા પડે તે માટે પૂર્વ આયોજિત કાવતરું રચીને જાનથી મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવાનો મામલો ગાંધીનગરમાં સામે આવ્યો છે. ગાંધીનગરના કુડાસણ સ્થિત એક ફિટનેસ જીમ પાસે સોમવારે(29 જૂન) રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં બે વ્યક્તિઓને છરી અને અન્ય હથિયારોના ઘા ઝીંકી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવતા બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર મામલે અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા ઉત્સવ રોહિતકુમાર પટેલે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર નામજોગ અને અન્ય 10 જેટલા અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અંદાજિત 2 મહિના પહેલાં ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. હવે ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો કરવામાં આવ્યો છે. આ ચકચારી કેસમાં પકડાયેલા આરોપીઓ મુખ્યત્વે અમદાવાદ અને ગાંધીનગરના સ્થાનિક રહીશો છે. પકડાયેલા આરોપીઓમાં અમદાવાદના બહેરામપુરા ખાતે રહેતા 46 વર્ષીય હેમંત ઉર્ફે લાલાભાઈ ચતુરભાઈ ચૌહાણ અને 31 વર્ષીય સુનીલ રણછોડભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીનગરના સેક્ટર-2 ખાતેથી ત્રણ આરોપીઓ ઝડપાયા છે, જેમાં 52 વર્ષીય મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડ, 50 વર્ષીય રામચંદ્રસિંહ ગોવિંદસિંહ રાઠોડ અને 47 વર્ષીય પ્રકાશસિંહ ખેમચંદ રાઠોડ સામેલ છે. આ ઉપરાંત ગાંધીનગરના જ પેથાપુર વિસ્તારમાં આવેલા સંજરી પાર્કમાંથી 27 વર્ષીય સાહીલ બાબુભાઈ મન્સુરી અને 50 વર્ષીય સમીર ઈસ્માઈલભાઈ મન્સુરીની પણ ધરપકડ કરવામાં આવી છે. ​આ ગુનામાં અમદાવાદના જમાલપુર વિસ્તારના અન્ય ચાર યુવકોની સંડોવણી પણ સામે આવી છે, જેમાં માણેકલાલ કાસીયાની ચાલીમાં રહેતો 28 વર્ષીય રીશી કનુભાઈ વાઘેલા, રામાપીરની ચાલીમાં રહેતો 29 વર્ષીય પ્રદિપ દિલીપભાઈ ચૌહાણ, પીરભાઈ ધોબીની ચાલીમાં રહેતો 21 વર્ષીય શાહબાઝ અકબરભાઈ અજમેરી અને રામાપીરની ચાલીમાં રહેતો 21 વર્ષીય હિતેશ સંજયભાઈ દંતાણી શામેલ છે. આ તમામ આરોપીની ધરપડક કરી ગાંધીનગર પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં ચેરમેન બનાવવાનું કહીને છેતરપિંડી ઈન્ફોસિટી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, એપ્રિલ 2025માં ફરિયાદી ઉત્સવ પટેલના પિતાના મિત્ર મહેન્દ્રસિંહ ખેમચંદ રાઠોડે સરકારી કંપની GACLમાંથી ડીલરશીપ અપાવવાની વાત કહીને ગાંધીનગર સેક્ટર-9 ખાતે રોકડા રૂપિયા 15 લાખ લીધા હતા. ત્યારબાદ મહેન્દ્રસિંહે રાજસ્થાન સરકારમાં પોતાના સારા સંપર્કો હોવાનો દાવો કરતા ઉત્સવના પિતાએ તેમના મિત્ર શિવુજીલાલ ચૌધરીને રાજસ્થાન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (RTDC)માં ચેરમેન બનાવવાની વાત કરી હતી. આ કામ પેટે મહેન્દ્રસિંહ અને તેમના દીકરા અભિમન્યુસિંહે એડવાન્સ રૂપિયા 50 લાખની માંગણી કરતા જાન્યુઆરી 2026માં સેક્ટર-2 ખાતે નાણાં ચૂકવાયા હતા. સમાધાન કરવા કુડાસણ બોલાવ્યા ત્યારબાદ બેંક ખાતામાં અને અન્ય રીતે મળીને કુલ રૂપિયા 1 કરોડ 10 લાખ આપ્યા હોવા છતાં કામ થયું નહોતું. આ રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરવા છતાં કામ ન થતાં ગત 17 મેના રોજ કોબા સર્કલ ખાતે પણ બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.આ જૂની અદાવત અને નાણાકીય વિવાદનું સમાધાન કરવા માટે ઉત્સવ પટેલના મિત્ર ભરતસિંહ ચંદાવતે મહેન્દ્રસિંહને ફોન કરીને કુડાસણ લેન્ડમાર્ક કોમ્પ્લેક્સમાં આવેલા તેમના આરહા ફિટનેસ જીમ ખાતે બોલાવ્યા હતા. આરોપીઓએ હુમલો કર્યો જ્યાં ઉત્સવ, તેના પિતા રોહિતકુમાર, ભરતસિંહ અને અન્ય મિત્રો ત્યાં હાજર હતા તે જ સમયે મહેન્દ્રસિંહ રાઠોડ અને તેનો દીકરો અભિમન્યુસિંહ રાઠોડ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ બીજા દસેક માણસોને ટુ-વ્હીલર પર હથિયારો સાથે લઈને ધસી આવ્યા હતા. આ ટોળાના હાથમાં છરી, ધારીયા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો હતા. બાદમાં કેમ અવારનવાર રૂપિયા માંગો છો, આજે તમને તમારા રૂપિયા આપી દઈએ તેમ કહીને આરોપીઓએ એકસંપ થઈ હુમલો કરી દીધો હતો. છરીના ઘા માર્યા અને ગાડીમાં તોડફોડ જેમાં મહેન્દ્રસિંહે પોતાની પાસેની છરી વડે ભરતસિંહના બંને હાથના કાંડા પર ઘા માર્યા હતા અને તે જ સમયે અભિમન્યુસિંહ રાઠોડે ભરતસિંહના બરડાના ભાગે છરી હુલાવી દીધી હતી. જેથી તેઓ ગંભીર રીતે ઘવાઈને નીચે ઢળી પડ્યા હતા. ફરિયાદી ઉત્સવ વચ્ચે પડતા આરોપી સુનિલ ચૌહાણ, લાલભાઈ અને અભિમન્યુએ મળીને તેને પણ બરડા, હાથ-પગ અને પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત, અન્ય શખસોએ લાકડીઓ અને ગડદાપાટુનો માર મારી ફરિયાદીની વોક્સવેગન કારની પણ ધોકા વડે ભારે તોડફોડ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલો એક શખસ ICUમાં આ લોહિયાળ ખેલ દરમિયાન ઘટનાસ્થળે ભારે બૂમાબૂમ થતાં કોઈ સ્થાનિક નાગરિકે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને ફોન કર્યો હતો, જેના પગલે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અને અર્ધબેભાન થયેલા ભરતસિંહ ચંદાવતને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કે.ડી. હોસ્પિટલના આઇસીયુમાં ખસેડવામાં આવ્યા છે. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. શાહે આ સમગ્ર મામલે ગુનો નોંધી મહેન્દ્રસિંહ સહિત 11 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે આરોપીઓનો વરઘોડો નીકળશે નહીં ગુજરાતના પૂર્વ DGP ડૉ. કે.એલ.એન. રાવએ એક મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ અનુસાર કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. પૂર્વ ડીજીપીએ આપેલી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આરોપી ભલે ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય, તેમ છતાં કાયદાની મર્યાદામાં રહીને જ તેની સાથે વ્યવહાર કરવો પડશે. આરોપીનું આત્મસન્માન જળવાય અને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય તે માટે રાજ્યભરની પોલીસને ખાસ તકેદારી રાખવા જણાવાયું હતું. આદેશ મુજબ આરોપીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરતી વખતે પણ પૂરતી સાવચેતી રાખવાની રહેશે. સાથે જ આરોપીને કોઈ હિંસક ટોળા કે જાહેર રોષથી સુરક્ષિત રાખવાની જવાબદારી પોલીસની રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ચાંદી ₹3,690 વધીને ₹2.24 લાખ પર પહોંચી:10 ગ્રામ સોનું ₹1,039 ઘટીને ₹1.40 લાખ થયું, કેરેટ મુજબ ભાવ જુઓ
    Next Article
    4 ઇંચ વરસાદ ખાબકતા સુરત જળબંબાકાર:ત્રણ મહિના પહેલા ત્રણ કરોડમાં બનેલો 400 મીટરનો રોડ બેસી ગયો, પૂરાણ કરવા આવેલી ટ્રક જ ખૂંપી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment