Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં GST ઇન્સ્પેક્ટરના ઘરમાંથી 10 તોલા સોનાની ચોરી:પરિવાર વતનમાં ગયો હતો; તસ્કરોએ મોકાનો લાભ ઉઠાવ્યો; પોલીસતપાસ શરૂ

    1 week ago

    ગોધરાના પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં સ્ટેટ GST ઇન્સ્પેક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. આ અંગે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. વડોદરા ખાતે સ્ટેટ GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મેહુલ નરસિંહભાઈ પણદા ગોધરાની બામરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં રહે છે. ગત ૨૧ એપ્રિલના રોજ મેહુલભાઈ પોતાના પરિવાર સાથે સામાજિક કામ અર્થે લીંમડી ગયા હતા. તેમનું ઘર બંધ હોવાનો લાભ ઉઠાવી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો ઘરમાંથી આશરે ₹૧.૧૪ લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફર્યા બાદ ઘરમાં તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે ગઈ કાલે ગોધરા એ ડિવિઝન પોલીસે ₹૧.૧૪ લાખની મતાની ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    'તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર કેમ માંગે છે':બોપલમાં મોત પહેલાં મહાવીરસિંહે પાડોશી સાથે ઝઘડો કરી માર માર્યો, યુવકની માતાની ત્રણ શખ્સો સામે ફરિયાદ
    Next Article
    Dahod Fertilizers Shortage | દાહોદમાં ખાતરની અછતના કારણે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી |Farmers News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment