Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા શહેર અને કરજણમાં આગના બે બનાવો:કારેલીબાગના ફ્લેટમાં અને કરજણના બ્યુટી પાર્લરમાં આગ લાગતા સામાન બળીને ખાખ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

    1 day ago

    કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે આગના બનાવોમાં વધારો થયો છે. ત્યારે આજે શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમરદીપ ફ્લેટના ત્રીજા માળે આગનો બનાવ સામે આવ્યો હતો. સાથે જિલ્લાના કરજણમાં નવા બજાર વિસ્તારમાં બ્યુટી પાર્લરમાં શોર્ટસર્કિટ થતા આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જો કે બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગતા ઘર અને બ્યુટી પાર્લરમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બંને ઘટનામાં ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. કારેલીબાગમાં ફ્લેટના ત્રીજા માળે આગ પ્રથમ બનાવ શહેરના કારેલીબાગ વિસ્તારમાં અમિતનગર ચાર રસ્તા પાસે અમરદીપ ફ્લેટના ત્રીજા માળે બન્યો હતો. આગની ઘટનાનો કોલ વડોદરા ફાયર બ્રિગેડને મળ્યો હતો. બનાવને લઈ તાત્કાલિક પાણીગેટ અને દાંડિયાબજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ મકાનમાં હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પણ દોડી આવી વીજ કનેક્શન બંધ કર્યું હતું. વીજ સપ્લાય બંધ થયા બાદ ફાયરની ટીમ ત્રીજા માળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આ આગની જાણ થતા જ ફ્લેટના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી. લોકો ધુમાડો દેખાતા જ ફ્લેટમાંથી નીચે દોડી આવ્યા હતા. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘરમાં રહેલા સામાનને નુકસાન થયું છે. કરજણમાં બ્યુટી પાર્લરમાં આગથી સામાન બળી ગયો બીજા બનાવમાં કરજણ નવાબજાર સરદારચોક વિસ્તારમાં બ્યુટી પાર્લરમાં આગ લાગી હોવાનો કોલ કરજણ ફાયર સ્ટેશનને મળ્યો હતો. ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પાર્લરમાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બંને બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
    Click here to Read More
    Previous Article
    વિકાસનાં કામો વધુ ઝડપી બનશે:રાજકોટ મનપામાં સપ્તાહમાં એક અને મહિનામાં ચાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે; મનપામાં જંગલેશ્વરના 300 લોકોનો હોબાળો
    Next Article
    સાબરકાંઠા LCBએ 3 લાખની ચોરીના કેસમાં 3 આરોપી ઝડપ્યા:ગુલાબની મુવાડી ગામની ખાનગી કંપનીમાંથી એલ્યુમિનિયમની ચોરી કરનારા ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment