Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં હનુમાનજી મંદિર આગળ 300 વર્ષથી રમાય છે દોરી રાસ:પ્રજાપતિ સમાજની પેઢીએ આધુનિક યુગમાં પણ આ અનોખી પરંપરા જીવંત રાખી

    2 days ago

    આધુનિકતાની દોડ અને વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવ વચ્ચે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસલ સાંસ્કૃતિક વારસો આજે પણ અકબંધ છે. નવસારી જિલ્લાના ગણદેવી ટાઉનના કુંભારવાડ ખાતે આવેલા ૩૦૦ વર્ષ જૂના પૌરાણિક સ્વયંભૂ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં છેલ્લા ૧૨૫ વર્ષથી પ્રજાપતિ સમાજ દ્વારા પરંપરાગત ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે પ્રાચીન ગરબા રમીને અનોખી સાંસ્કૃતિક પરંપરા જાળવી રાખવામાં આવી છે. ગુજરાતમાં આ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં પવનપુત્ર હનુમાનજીના મંદિર બહાર શ્રદ્ધાપૂર્વક માતાજીના ગરબા ગવાય છે. સામસામે કુંડાળા અને દોરીના આકર્ષક ગૂંથણની કળા નવરાત્રિના નવ દિવસો દરમિયાન અહીંના યુવાનો અચૂકપણે 'દોરી રાસ' રમે છે. બાપ-દાદાના સમયથી ચાલી આવતી આ પરંપરાને પ્રજાપતિ સમાજે પોતાની અમૂલ્ય સંપત્તિ માનીને ભાવિ પેઢીને વારસા રૂપે સોંપી છે. નાનકડી શેરીમાં સામસામે બે કુંડાળા બનાવીને યુવાનો દોરી રાસ રમે છે. કુંડાળાની વચ્ચે ઊભા કરેલા પોલ (થાંભલા) પર દોરી બાંધવામાં આવે છે. સામસામે ઊભેલા ખેલૈયાઓ ભાતીગળ અને પ્રાચીન ગરબાઓ ગાતા ગાતા ઢોલની થાપ પર હાથમાં દોરી રાખીને એવી રીતે રાસ રમે છે કે દોરીનું એક આકર્ષક અને સુંદર ગૂંથણ રચાય છે. પ્રથમ ક્લોકવાઇઝ રાસ રમીને દોરીનું ગૂંથણ કરવામાં આવે છે અને જ્યારે પાર્ટનર સામે આવે ત્યારે એન્ટી ક્લોકવાઇઝ ફરીને તે ગૂંથણને છોડવામાં આવે છે. દોરી સાથે રમત આ પ્રજાપતિ ખેલૈયાઓ સંપૂર્ણ એકાગ્રતા સાથે કલાકો સુધી દોરી રાસ રમે છે. ચાલુ ગરબા દરમિયાન જો કોઈ ખેલૈયા થાકી જાય, તો એવી કુશળતાથી બદલી કરવામાં આવે છે કે રાસ રમવામાં કે દોરીનું ગૂંથણ બનાવવામાં અન્ય સભ્યોને કોઈ તકલીફ પડતી નથી. પ્રજાપતિ સમાજ માતાજી અને હનુમાનજીના આશીર્વાદ મેળવીને આ પરંપરાગત વારસાને સદૈવ જાળવી રાખવા પ્રયાસ કરી રહ્યો છે. બીલીમોરાના કલાકારો દ્વારા વ્યાપક સ્તરે દોરી રાસનું પ્રસારણ ગણદેવીના કુંભારવાડ પૂરતી મર્યાદિત આ પરંપરા અન્ય લોકો સુધી પણ પહોંચે અને આજના બાળકો તેમજ યુવાનો ગરબાની મૂળ સંસ્કૃતિથી પરિચિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે બીલીમોરાના મીનલ પંચાલ છેલ્લા 20 વર્ષથી સક્રિય પ્રયાસ કરી રહ્યા છે. અસલ ગરબા અને તેની પરંપરા નવી પેઢી સમજે તે માટે તેઓ દોરી રાસ શીખવી રહ્યા છે. બીલીમોરાના કોમર્શિયલ ગરબા ઉત્સવમાં મીનલ અને તેમની 32 ખેલૈયાઓની ટીમ રંગબેરંગી દોરીઓ સાથે દોરી રાસ રજૂ કરે છે. પારંપરિક પરિધાનમાં સજ્જ થઈને ગરબાના તાલ પર દોરી રાસ રમતા આ ખેલૈયાઓ દર્શકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. આશરે દોઢ કલાક ચાલતા આ ગરબામાં ખેલૈયાઓ ઉત્કૃષ્ટ એકાગ્રતાથી દોરી સાથે રાસ રમીને આકર્ષક ડિઝાઇન રચે છે અને બાદમાં તેને સુરક્ષિત રીતે છૂટી પણ કરે છે. સંસ્કૃતિના જતનની પહેલ આધુનિકતાના યુગમાં જ્યાં યુવાધન પશ્ચિમી સંસ્કૃતિ પાછળ ઘેલું બન્યું છે, ત્યાં ગણદેવીનો પ્રજાપતિ સમાજ અને મીનલ પંચાલ જેવા યુવાનો પોતાની સાંસ્કૃતિક ધરોહરના જતન માટે જે મથામણ કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે. ખેલૈયાઓ અને પ્રશિક્ષકોના પ્રતિભાવ અવની મિસ્ત્રી (યુવતી, દોરી રાસ રમનાર): "અમારી દાદાની અગાઉની પેઢીએ જાળવી રાખેલી આ પરંપરાને અમે પણ જીવંત રાખી છે. પેઢી દર પેઢી અમારા મોહલ્લામાં દોરી રાસ રમાતો આવ્યો છે. અમારા માતા-પિતાથી લઈને દાદા-દાદીએ આ રાસ પોતાના સમયમાં રમ્યા હતા અને અમને આ વિશિષ્ટ કળા શીખવી હતી. રાસ રમતા રમતા દોરીનું ગૂંથણ કરવું અને ફરી પાછું તેને છૂટું કરવું તે અદ્ભુત આનંદ આપે છે." ભૂમિ પટેલ (ગરબા પ્રશિક્ષક): "વર્ષોથી રમાતી આવતી ગરબાની આ અલગ પ્રકારની કળાને અમે આધુનિક સમયમાં બાળકોને શીખવીએ છીએ જેથી ભારતીય પરંપરા જળવાઈ રહે. ખૂબ ઓછી જગ્યાએ દોરી રાસ કેવી રીતે રમાય તેની તાલીમ આપવામાં આવે છે." યશ પ્રજાપતિ (ખેલૈયા): "આ દોરી રાસ રમવાની પરંપરા અમારા પરદાદા, દાદા અને પિતાએ જાળવી રાખી હતી અને હવે અમે આગામી પેઢી માટે આ કળા જીવંત રાખી છે. દોરી રાસ રમવા માટે 8 જોડીમાં ખેલૈયાઓની જરૂર પડે છે. રમતા રમતા ગૂંથણ કરવું અને તેને છોડવું એ એક વિશિષ્ટ કળા છે."
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં શ્રમિકોને 5 રૂપિયામાં મળશે ભરપેટ ભોજન:શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ બે નવા ભોજન વિતરણ બુથ શરૂ કરાયા
    Next Article
    હિંમતનગરમાં પોલીસ પરિવારનો રણકાર નવરાત્રી મહોત્સવ:SP પાર્થરાજસિંહ ગોહિલ પણ પરિવાર સાથે જોડાયા, ગાયિકા અભિતા પટેલના તાલે ઝૂમ્યા ખેલૈયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment