Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા LCBએ 3 લાખની ચોરીના કેસમાં 3 આરોપી ઝડપ્યા:ગુલાબની મુવાડી ગામની ખાનગી કંપનીમાંથી એલ્યુમિનિયમની ચોરી કરનારા ઝડપાયો

    1 day ago

    સાબરકાંઠા LCBએ તલોદ તાલુકાના ગુલાબની મુવાડી ગામેથી એલ્યુમિનિયમ સેક્શનના ભંગારની ચોરી કરનારા ત્રણ ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ચોરીમાં આશરે રૂ. 3 લાખનો મુદ્દામાલ ગયો હતો. તલોદના ગુલાબની મુવાડી ગામ નજીક આવેલી એન્ટિક એસ્ક્રોઝન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાંથી 23 થી 25 ફેબ્રુઆરી 2026 દરમિયાન અજાણ્યા ચોર ઈસમોએ 40 ગઠ્ઠા એલ્યુમિનિયમ સેક્શનનો ભંગાર ચોર્યો હતો. કુલ 1200 કિલો ભંગારની કિંમત ₹3,00,000 આંકવામાં આવી હતી. આ ગુનામાં ફરાર આરોપીઓ પૈકી સાહિલ પરેશ ચતુર નાથ (ઉ.વ. 21, રહે. વગદા, પાલનપુર)ને હિંમતનગર મહેતાપુરા એન.જી. સર્કલ ચોકડી પાસેથી ઝડપી લેવાયો હતો. સની ગણપત સોમા ગીરી (ઉ.વ. 24, રહે. હરસોલી ચોકડી, દહેગામ) અને મનોજ મંગળ અમરા રાવળ (ઉ.વ. 33, રહે. જમાલપુર છાપરા, કપડવંજ)ને હિંમતનગર બસ સ્ટેશન ખાતેથી પકડવામાં આવ્યા હતા. ત્રણેયને વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત, સાબરકાંઠા SOG ટીમે હિંમતનગર બસ સ્ટેશન પાસેથી વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. SOG ટીમના હરપાલસિંહ અને દીપકસિંહને મળેલી બાતમીના આધારે, રામા હિતા ડાભી (ઉ.વ. 34, રહે. મોતીપુરા પોલીસ સ્ટેશન, મુમનવાસ, વડગામ)ને હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેને આગળની કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા શહેર અને કરજણમાં આગના બે બનાવો:કારેલીબાગના ફ્લેટમાં અને કરજણના બ્યુટી પાર્લરમાં આગ લાગતા સામાન બળીને ખાખ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો
    Next Article
    Trinamool MP To NDTV: List of 20 'Rebel' MPs To Be Given To Speaker Today

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment