Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધૂરંધર જોઈને બાળકે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી:અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના દીકરાનું કારસ્તાન

    1 week ago

    અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોઈબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું કારસ્તાન સામ હોવાનું સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ 'ધુરંધર' મૂવી જોયા બાદ માત્ર મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં આ ધમકીભરી ચિઠ્ઠી લખી હતી. બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતાં તે અંદર જ રહી ગઈ હતી, જે બાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને BDDS દોડતા થયા હતા. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતાં બાળકે આ કારસ્તાન કર્યું હોવાનું કબૂલાત કરી છે. સ્પોર્ટસ ક્લબમાંથી આતંકી હુમલાની ધમકીની ચિઠ્ઠી મળી હતી ઉલ્લેખનીય છે કે, 1 જૂને અમદાવાદના SP સ્ટેડિયમ નજીક આવેલી સ્પોર્ટસ ક્લબમાં બ્લાસ્ટ કરવાની ધમકીભર્યો પત્ર મળતા દોડધામ મચી હતી. દાઉદ અને લશ્કર-એ-તોઈબાના ઉલ્લેખ સાથે પેન્સિલથી લખાયેલી ચિઠ્ઠીમાં 21 જૂને બ્લાસ્ટ કરવાનો ઉલ્લેખ કરાયો હતો. જે રૂમમાંથી ચિઠ્ઠી મળી છે તે રૂમમાં ત્રણ વિદેશી નાગરિકો રોકાયા હોવાનું પણ સામે આવ્યું હતું. રૂમ પલક ડોકટરના રેફરન્સથી બુક કરાયો હતો સ્પોર્ટસ ક્લબના જે રૂમમાંથી ધમકીભરી ચિઠ્ઠી મળી હતી તે રૂમ પલક ડોકટરના રેફરન્સથી બુક કરાયો હતો. જેમાં 29મીએ વિદેશી વેપારીઓ રોકાયા હતા અને 30મીએ ચેકઆઉટ કર્યું હતું. આ રૂમ ખાલી થયા બાદ સફાઈકર્મીઓ જ્યારે સફાઈ કરી રહ્યા હતા, ત્યારે કબાટમાંથી ધમકી ભરેલી ચિઠ્ઠી મળી આવી હતી. જે 3 વિદેશી વેપારીઓ રૂમમાં રોકાયા હતા તેઓ હજી ભારતમાં જ હોવાની વિગતો સામે આવી હતી. ધમકીભરી ચિઠ્ઠી મળી આવ્યા બાદ બોમ્બ સ્કવોડ, SOG, ડોગ સ્કવોડ સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બે કલાક સુધી તપાસ કર્યા બાદ કંઈ મળી આવ્યું ન હતું. આ પણ વાંચો
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી સાથે વેરાવળ-પાટણ નગરપાલિકાના નવા પદાધિકારીઓની મહત્વપૂર્ણ મુલાકાત:વિકસિત વેરાવળ-સોમનાથનો રોડમેપ, આધુનિક સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર થઈ વિસ્તૃત ચર્ચા
    Next Article
    ખીરી મોગલ ધામમાં ગૌ સેવાર્થે રામા મંડળનું આયોજન:જામનગરના બાલાચડી નજીક આઈશ્રી માં મોગલ ધામ ખીરી ખાતે કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment