Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી સાથે વેરાવળ-પાટણ નગરપાલિકાના નવા પદાધિકારીઓની મહત્વપૂર્ણ મુલાકાત:વિકસિત વેરાવળ-સોમનાથનો રોડમેપ, આધુનિક સુવિધાઓ સહિતના મુદ્દાઓ પર થઈ વિસ્તૃત ચર્ચા

    1 week ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ નરેશ ગોહેલ, ઉપપ્રમુખ ઉદય શાહ અને કારોબારી અધ્યક્ષ હેમીબેન જેઠવાએ મુખ્યમંત્રી સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શહેર અને યાત્રાધામ સોમનાથના સર્વાંગી વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. પદાધિકારીઓએ “વિકસિત વેરાવળ-સોમનાથ”નો વિકાસ રોડમેપ રજૂ કર્યો હતો, જે “વિકસિત ભારત @ 2047” અને “વિકસિત ગુજરાત @ 2047”ના વિઝનને અનુરૂપ છે. નગરપાલિકાનું નામ બદલી સોમનાથ નગરપાલિકા કરવાની માંગ મુલાકાતનો મુખ્ય મુદ્દો વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનું નામ બદલીને “સોમનાથ નગરપાલિકા” રાખવાની માંગ હતી. પદાધિકારીઓએ જણાવ્યું કે સોમનાથ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે અને લાખો યાત્રાળુઓ અહીં આવે છે. તેથી, નગરપાલિકાની ઓળખ સોમનાથના નામ સાથે જોડવાથી વિસ્તારના ગૌરવ અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આધુનિક શહેરી સુવિધાઓના વિકાસ અંગે રજૂઆત આ ઉપરાંત, સોમનાથને વિશ્વસ્તરીય ધાર્મિક અને હેરિટેજ ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો. યાત્રાળુ સુવિધાઓનું વિસ્તરણ, ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છતા અભિયાન, શહેરનું સૌંદર્યીકરણ અને આધુનિક શહેરી સુવિધાઓના વિકાસ અંગે રજૂઆત કરાઈ હતી. વધતા પ્રવાસન પ્રવાહને ધ્યાનમાં રાખીને આગામી વર્ષોની જરૂરિયાતો મુજબ આયોજન કરવા પર ભાર મુકાયો. શહેરના રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, હરિયાળી વિકાસ અને અન્ય નાગરિક સુવિધાઓના વિસ્તરણ સાથે યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થાય તેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા કરવામાં આવી. માછીમારી ઉદ્યોગના વિકાસ અંગે પણ ચર્ચા વેરાવળના અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ એવા માછીમારી ઉદ્યોગના વિકાસ અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ. માછીમારોને વધુ સુવિધાઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફિશ પ્રોસેસિંગ અને રોજગારલક્ષી યોજનાઓ દ્વારા સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાની જરૂરિયાત રજૂ કરવામાં આવી. મુલાકાતના અંતે, પદાધિકારીઓએ જણાવ્યું કે વેરાવળ-સોમનાથનો વિકાસ માત્ર સ્થાનિક જરૂરિયાત નથી, પરંતુ ગુજરાતના ધાર્મિક પ્રવાસન, સાંસ્કૃતિક વારસા અને દરિયાઈ અર્થતંત્રના વિકાસ સાથે સીધો જોડાયેલો છે. મુખ્યમંત્રીએ રજૂ કરાયેલા મુદ્દાઓ પ્રત્યે સકારાત્મક અભિગમ દર્શાવી વિકાસલક્ષી પ્રયાસોને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવાની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    Kerala Plus One (+1) Result 2026 Today: When can I check my scorecard?
    Next Article
    ધૂરંધર જોઈને બાળકે બોમ્બ ધમકીની ચિઠ્ઠી લખી:અમદાવાદની સ્પોર્ટસ ક્લબ પર દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે ધમકીનો ભેદ ઉકેલાયો, સુરતના વેપારીના દીકરાનું કારસ્તાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment