Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ:જીગ્નેશ દાદા 'રાધે રાધે' વ્યાસપીઠ પર, ચગ પરિવાર યજમાન

    1 day ago

    દેવભૂમિ દ્વારકામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. પૂજ્ય શ્રી જીગ્નેશ દાદા 'રાધે રાધે' કથાનું રસપાન કરાવશે. આ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી રમેશચંદ્ર અમૃતલાલ ચગ (જય જલારામ કિરાણા સ્ટોર, રાજકોટ-જામનગર હાઈવે, પડધરી) દ્વારા કરવામાં આવ્યું છે. કથા 9 જૂન, 2026, મંગળવારના રોજ બપોરે 3:00 કલાકે શરૂ થઈને 15 જૂન, 2026, સોમવારના રોજ સવારે 10:00 કલાકે સમાપ્ત થશે.કથા સ્થળ સનાતન સેવા મંડળ, પોલીસ સ્ટેશન સામે, દ્વારકા ખાતે છે. દરરોજ બપોરે 3:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી કથા યોજાશે. ભક્તજનોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, અને દરરોજ સાંજે 6:30 કલાકે મહાપ્રસાદનો લાભ મળશે.કાર્યક્રમનો પ્રારંભ 9 જૂન, 2026ના રોજ બપોરે 1:00 કલાકે શ્રી દ્વારકાધીશ મંદિરથી કથા સ્થળ સુધી નીકળેલી પોથીયાત્રાથી થયો. તે જ દિવસે સાંજે સંત શ્રી કૈલાસગીરી બાપુ (શિવરાજગઢ) અને મહંત શ્રી મુકેશગીરી બાપુ (રાંદલના દડવા)ના સાનિધ્યમાં દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો. સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12 જૂન, 2026ના રોજ શ્રી રામ જન્મ, શ્રી વામન જન્મ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. 13 જૂન, 2026ના રોજ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ, 14 જૂન, 2026ના રોજ શ્રી રુક્મિણી વિવાહ અને 15 જૂન, 2026ના રોજ શ્રી સુદામા ચરિત્ર તેમજ શ્રી દ્વારકાધીશ ધજા પૂજન યોજાશે. કથાના અંતે 16 જૂન, 2026ના રોજ શ્રી નારાયણ યજ્ઞ યોજાશે. આ ઉપરાંત, સપ્તાહ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ગીતા રબારી, રાજભા ગઢવી, દેવાયત ખવડ, સાગરદાન ગઢવી, અશોક ભાયાણી અને આસિફ ઝેરીયા જેવા કલાકારો ભાગ લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 10 જૂન, 2026ના રોજ શ્રીનાથજીની ઝાંખી, 11 જૂન, 2026ના રોજ શ્રી રામધૂન, 12 જૂન, 2026ના રોજ લોક ડાયરો, 13 જૂન, 2026ના રોજ માતાજીના ગરબા અને 14 જૂન, 2026ના રોજ રાસની રમઝટનો સમાવેશ થાય છે.આ આયોજન દ્વારા દ્વારકામાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ સર્જાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લેશે
    Click here to Read More
    Previous Article
    'RSSએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું-બદલા...બદલા...બદલા':CMO, AMC અને RSS કાર્યાલયને ધમકીભર્યો મેલ, 25 મેએ દિલજીત દોસાંજને પણ સેમ પેટર્નથી ધમકી આપી હતી
    Next Article
    સુરતમાં પોલીસ કસ્ટડીમાં 22 વર્ષીય આરોપીનું મોત:પ્રોહિબિશનના ગુનામાં અટકાયત કરવામાં આવી હતી, ખેંચ અને ચક્કર આવ્યા બાદ સારવાર મળે તે પહેલા પ્રાણ પંખેરું ઉડી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment