Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'RSSએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું-બદલા...બદલા...બદલા':CMO, AMC અને RSS કાર્યાલયને ધમકીભર્યો મેલ, 25 મેએ દિલજીત દોસાંજને પણ સેમ પેટર્નથી ધમકી આપી હતી

    1 day ago

    અમદાવાદ અને ગાંધીનગરમાં આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ગંભીર ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. જુદા-જુદા ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી ધમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મિટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે ધમકી મળી છે. ગત 25 મે, 2026ના રોજ પંજાબના લુધિયાણા નગર નિગમના ઉચ્ચ અધિકારીઓને એક ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો. ઇમેઇલમાં દિલજીત દોસાંઝના ઘર અને લુધિયાણાના મેયર ઇન્દરજીત કૌરની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીની પેટર્નથી જ આજે CMO, RSS અને AMCને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા જ મોકલવાનો ઉલ્લેખ છે. માત્ર ધમકી માટેનું લોકેશન જ બદલ્યું છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી લેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે. આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે.ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કેદારનાથ હેલી સેવા માટે બીજા તબક્કાનું બુકિંગ શરૂ:10 દિવસની યાત્રા માટે સ્લોટ ખુલશે, IRCTC પોર્ટલ પર આજથી ટિકિટ મળશે
    Next Article
    દ્વારકામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ:જીગ્નેશ દાદા 'રાધે રાધે' વ્યાસપીઠ પર, ચગ પરિવાર યજમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment