Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદમાં સરકારી સરદાર ભવન:કર્મીઓએ જ મફતનું ચાર્જીંગ સ્ટેશન બનાવી દીધું

    5 days ago

    નડિયાદમાં ફરજ બજાવતા કેટલાક સરકારી કર્મચારીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહનો સરદાર ભવન સ્થિત સરકારી કચેરીમાં જ આખો દિવસ ચાર્જીંગમાં મુકી રાખતાં હોવાનું સામે આવ્યું છે. જેનાથી કચેરીના વીજબિલમાં વધારો થવાથી સરકારી તિજોરી પર બોજો પડી રહ્યો છે. કેટલાક કર્મચારીઓ પોતાના ઈલેક્ટ્રીક વ્હીકલને છેક કચેરીની અંદર ઓફિસના દરવાજા સુધી લઈ જાય છે અને ત્યાં આખો દિવસ ચાર્જીંગમાં મુકી રાખે છે. કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ ઈલેક્ટ્રીક કાર પણ આ કચેરીમાં જ ચાર્જ કરતાં હોય છે. ઈ-વ્હીકલ ફુલ ચાર્જ થવામાં 2 થી 5 યુનિટ વપરાય છે સામાન્ય રીતે ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરને ફુલ ચાર્જ કરવામાં 4 થી 5 કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન 2 થી 5 યુનિટ જેટલી વીજળી વપરાય છે. એકવાર ફુલ ચાર્જ કરવાનો ખર્ચ અંદાજે 15 થી 35 રૂપિયા જેટલો થાય છે. ફુલ ચાર્જમાં તે 100-125 કી.મી ચાલે છે. ઈ-વ્હીકલ્સના મોડેલ અને બેટરી ક્ષમતા મુજબ વીજળીનો વપરાશ અને તેનો ખર્ચ અલગ-અલગ હોય છે.
    Click here to Read More
    Previous Article
    મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં સ્વચ્છતા:બોટાદ કૃષ્ણસાગર તળાવ ખાતે સફાઈ ઝુંબેશ : જનભાગીદારીનું આહ્વાન કરાયું
    Next Article
    મુશ્કેલી:ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ ન કરતાં ખેડૂતોને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment