Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં સ્વચ્છતા:બોટાદ કૃષ્ણસાગર તળાવ ખાતે સફાઈ ઝુંબેશ : જનભાગીદારીનું આહ્વાન કરાયું

    6 days ago

    બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત કૃષ્ણ સાગર તળાવ ખાતે આયોજિત "સ્વચ્છતા અભિયાન" દ્વારા કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને "જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો" સંદેશ આપીને સ્વચ્છતાને માત્ર સરકારી કાર્યક્રમો પૂરતો મર્યાદિત ના બનાવી લોકભાગીદારીનું આહવાન કર્યું છે. કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી તથા સાંસદ નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ નગરપાલિકાના સફાઈકર્મીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સ્વચ્છતા અભિયાનમાં જોડા યેલા તમામ ઉપસ્થિતોને ગ્લોવ્ઝ, માસ્ક, ટોપી અને સફાઈ માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મહાનુભાવો અને નાગરિકોએ કૃષ્ણસાગર તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં સફાઈ હાથ ધરી કચરાનો યોગ્ય નિકાલ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન આજે જન ચળવળ બની ગયું છે. માત્ર આપણું ઘર નહીં પરંતુ જાહેર સ્થળોએ ખાસ સ્વચ્છતા જળવાય એ જરૂરી છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, કલેક્ટર હર્ષદ વોરા હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાણપુર:ઉમરાળામાં રૂ.100 ઉછીના ન આપતાં યુવક પર પાઇપથી હુમલો
    Next Article
    નડિયાદમાં સરકારી સરદાર ભવન:કર્મીઓએ જ મફતનું ચાર્જીંગ સ્ટેશન બનાવી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment