Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુશ્કેલી:ટેકાના ભાવે બાજરીની ખરીદી શરૂ ન કરતાં ખેડૂતોને નુકસાન

    5 days ago

    બાજરીની ટેકાના ભાવે સરકારે ખરીદી શરૂ ન કરતાં મોડાસાના ટીંટીસરના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ચોમાસું માથે ઊભું છે. ટેકાના ભાવે ખરીદી છેલ્લા એક મહિનાથી બંધ છે. સરકારે બાજરીનો ટેકાનો ભાવ 615 રૂપિયા મણ જાહેર કર્યો છે. ખૂલ્લા બજારમાં 400 રૂપિયા મણ ભાવ મળી રહ્યો છે. ખેડૂતોને મણ દીઠ 215નું સીધું નુકસાન થઈ રહ્યું છે. ટીંટીસરના ખેડૂત શિવાભાઈ પટેલે કહ્યું, બાજરી ઘરમાં રાખી છે. ટ્રેક્ટરમાં ભરીને પણ બેઠા છીએ. એક મહિનાથી ખરીદી બંધ છે. વરસાદ આવશે તો માલ બગડી જશે. સરકાર ખરીદી ચાલુ નહીં કરે તો રડવાનો વારો આવશે. ખેડૂત પરેશભાઈ પટેલે કહ્યું, ટેકાના ભાવે વેચીએ તો ઘર ચાલે. અત્યારે 400માં વેચવી પડે છે. ખર્ચ પણ નીકળતો નથી. ચોમાસા પહેલા ખરીદી નહીં થાય તો મોટું નુકસાન થશે. ટીંટીસર ગામમાં ઠેર ઠેર બાજરીથી ભરેલી ટ્રકો ઊભી છે. ખેડૂતો ઘરમાં પણ મોટા જથ્થામાં બાજરીનો સંગ્રહ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નડિયાદમાં સરકારી સરદાર ભવન:કર્મીઓએ જ મફતનું ચાર્જીંગ સ્ટેશન બનાવી દીધું
    Next Article
    માંગ ઉઠી:માલપુરના ઉભરાણ -ટુણાદર ગામે રોડની બાજુમાં પડેલા ગાબડાં પૂરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment