Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલાકી:વસ્ત્રાલમાં રોડ નિર્માણની બેદરકારીનો ભોગ સિનિયર સિટિઝન બન્યા, કાર જમીનમાં ખૂંપી

    6 days ago

    વસ્ત્રાલ વિસ્તારમાં રોડ નિર્માણની કામગીરી દરમિયાન તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી વસ્ત્રાલમાં અનેક સ્થળોએ રોડ બેસી જવાના તેમજ જમીન ધસી જવાના બનાવો સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટનામાં શ્યામજી ફાર્મ નજીક રોડના કામ દરમિયાન એક કાર અચાનક જમીનમાં ખૂંપી જતાં સિનિયર સિટિઝનને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સીટીએમમાં રહેતા 76 વર્ષીય ચતુરભાઈ પટેલ, પોતાની કાર લઈને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે શ્યામજી ફાર્મ નજીક રોડ નિર્માણ માટે ખોદકામ કરાયેલા ભાગમાં તેમની કાર અચાનક ધસી ગઈ હતી. ઘટનાસ્થળે કોઈપણ પ્રકારના બેરિકેડ્સ, ચેતવણીના બોર્ડ કે દિશાસૂચક સૂચનાઓ ન હોવાથી વાહનચાલકો માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ચતુરભાઈ પટેલે જણાવ્યું કે કાર જમીનમાં ખૂંપી જતાં તેઓ માંડ કારમાંથી બહાર આવી શક્યા હતા. તેમણે મ્યુનિની મદદ માગી પરંતુ ન મળતા અંતે ખાનગી કંપનીની ક્રેન મંગાવી અંદાજે રૂ.2 હજારનો ખર્ચ કરીને કાર બહાર કાઢી હતી.
    Click here to Read More
    Previous Article
    ગંદકીના લીધે દુર્ગંધ,મચ્છરોનો ઉપદ્રવ વધતાં લોકોમાં રોષ:નિકોલમાં ગટર ઉભરાતાં રોડ પર પાણી ભરાયાં, વિદ્યાર્થી-વાલીઓને હાલાકી
    Next Article
    રાણપુર:ઉમરાળામાં રૂ.100 ઉછીના ન આપતાં યુવક પર પાઇપથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment