Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકીના લીધે દુર્ગંધ,મચ્છરોનો ઉપદ્રવ વધતાં લોકોમાં રોષ:નિકોલમાં ગટર ઉભરાતાં રોડ પર પાણી ભરાયાં, વિદ્યાર્થી-વાલીઓને હાલાકી

    6 दिन पहले

    શહેરના નિકોલ તળાવ પાસેના મુખ્ય રોડ પર ભર ઉનાળામાં ગટર ઉભરાતા તેના ગંદા પાણી રોડ પર ભરાઈ ગયા હતા. ગંદા પાણીના લીધે દૂર્ગંધ,મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાથી લોકોને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાનું જોખમ છે. ઉપરાંત પાણી ભરાઈ રહેતા ત્યાંથી અવરજવર કરવામાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ મામલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે સ્થાનિક અગ્રણી મહેશ ધામેલીયા અને અનિશ પટેલે જણાવ્યું હતું કે, ભર ઉનાળામાં નિકોલના તળાવ પાસે ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ જતાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. સંસ્કૃતિ રેસિડેન્સી પાસે, કે.પી. રેસિડેન્સી પાસે, કાનબા હોસ્પિટલ પાસે અને સૂર્યવાડી પાસે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતાં સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તેમજ નજીકમાં એક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત ઉચી ગટરની ચેમ્બરો બનાવી તેનો પણ અમે વિરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પિતા સામે બે સંતાનોના મોત:ભુખી ખાડીના બ્રિજ પર 20ની ઝડપે જતી બાઇકને ‎પાછળથી વાહને ટક્કર મારતાં બે બાળકોનાં મોત‎
    Next Article
    હાલાકી:વસ્ત્રાલમાં રોડ નિર્માણની બેદરકારીનો ભોગ સિનિયર સિટિઝન બન્યા, કાર જમીનમાં ખૂંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment