Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવસર નવનાથ ધામમાં શ્રી આઈ ભવન, પ્રસાદાલયનું ઉદ્ઘાટન:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ, સંતો ઉપસ્થિત

    1 week ago

    દેવસર નવનાથ ધામ ખાતે યાત્રિકોની સુવિધા માટે નિર્મિત 'શ્રી આઈ ભવન' (યાત્રી નિવાસ) અને 'ગર્ભગીરી પ્રસાદાલય' (ભોજનશાળા)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સમારોહ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર અને સનાતન સંસ્કૃતિની પરંપરા અનુસાર શ્રી આઈ ભવનનું વિધિવત્ અનાવરણ કરાયું. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ સહિત અનેક રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રોહતક (હરિયાણા) સ્થિત બાબા મસ્તનાથ મઠના મઠાધીશ્વર, પૂર્વ સાંસદ અને તિજારા (રાજસ્થાન)ના વર્તમાન ધારાસભ્ય મહંત બાલકનાથજીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે ભક્તજનોને ધર્મ, સેવા અને સંસ્કારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. છોટેદાદાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "બહુજન હિતાય, બહુજન સુખાય"ના ધ્યેય સાથે કાર્યરત નવનાથ ધામનું અન્નક્ષેત્ર વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે અન્નસેવા અને વિવિધ લોકકલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સેવાકીય પ્રવૃત્તિઓના વિસ્તરણ અને યાત્રિકોની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓથી સજ્જ ગર્ભગીરી પ્રસાદાલય અને શ્રી આઈ ભવનનું નિર્માણ કરાયું છે. આ સમારોહમાં મહંત કમલનાથજી (જેતપુર), ભોળાનાથજી (જૂનાગઢ), મહંત ભરતનાથજી (વડિયા) તથા યોગનાથ યોગી (ચાંગા) સહિતના સંત-મહંતો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં આગેવાનો, દાતાશ્રીઓ અને ભક્તજનોની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તો માટે મા વિમલા અખૂટ અન્નક્ષેત્ર દ્વારા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક ઉર્જા અને ભક્તિભાવના વાતાવરણ વચ્ચે સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    મ્યુલ હંટ 2.0 અંતર્ગત શહેરમાં વધુ બે ફરિયાદ દાખલ:રાજકોટમાં સાયબર ગઠિયાઓ દ્વારા એકાઉન્ટ ભાડે રાખી 4.98 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું, મુખ્ય ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા
    Next Article
    PM ની અપીલનો અમલ, રાજકોટના સાંસદની ST બસમાં સવારી:પરસોતમ રૂપાલાએ કહ્યું - વોલ્વોની સફર એટલી આરામદાયક રહી કે એક પુસ્તક વાંચી નાખ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment