Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુલ હંટ 2.0 અંતર્ગત શહેરમાં વધુ બે ફરિયાદ દાખલ:રાજકોટમાં સાયબર ગઠિયાઓ દ્વારા એકાઉન્ટ ભાડે રાખી 4.98 કરોડનું ટ્રાન્ઝેક્શન કરાયું, મુખ્ય ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા

    1 week ago

    રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે ઓપરેશન ‘મ્યુલ હંટ 2.0’ અંતર્ગત કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરતા બે અલગ-અલગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં કુલ બે ફરિયાદમાં 4.98 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયા હોવાનું સામે આવતા ગુનો નોંધી આંતરરાજ્ય સાયબર ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ પોલીસ અને ભારત સરકારના સમન્વય પોર્ટલના ડેટા એનાલિસિસના આધારે એક્સિસ બેંકના એક શંકાસ્પદ ખાતાની તપાસ કરવામાં આવી હતી. આ ખાતું રાજકોટના રૈયા રોડ પર રહેતા અને મૂળ ગોંડલના વતની મયુર રાયસંગભાઈ ધરજીયાના નામે હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ એક જ બેંક ખાતામાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોની આશરે 20 જેટલી ફરિયાદો લિંક થયેલી હતી જેમાં કુલ ફરિયાદની રકમ રૂ.1.89 કરોડથી વધુ હતી અને આ ખાતામાં સીધા રૂ.24.60 લાખ ટ્રાન્સફર થયા હતા. ​પોલીસ પૂછપરછમાં મજૂરી કામ કરતા મયુરે ખુલાસો કર્યો હતો કે તેના મિત્ર વનરાજ જીતેન્દ્રભાઈ ચાવડા અને તેના સાગરીત જેનીલસિંહ પ્રકાશસિંહ પરમારે તેને ગેમિંગ અને સાયબર ફ્રોડના નાણાં મેળવીને મોટું કમિશન આપવાની લાલચ આપી હતી. જેમાં મયુરે ખાતા દીઠ રૂ.10,000ના કમિશન માટે SBI, વેરાવળ મર્કન્ટાઈલ બેંક, ફેડરલ બેંક અને કોટક મહિન્દ્રા બેંકમાં ખાતા ખોલાવી તેના ATM અને સિમ કાર્ડ આરોપીઓને સોંપ્યા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂર્વ આયોજિત કાવતરાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે બીજા એક્સિસ બેંકના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સ શોધી કાઢ્યા હતા. આ પેઢી રાજકોટના પેરીસકુમાર જેન્તીભાઇ સીસાંગીયા અને સાગરભાઈ ગીરીશભાઈ તળાવીયાની ભાગીદારીમાં ચાલતી હતી. આ ખાતામાં આંધ્રપ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના વિવિધ શહેરો સહિત દેશના અનેક રાજ્યોમાંથી સાયબર ઠગાઈના કુલ રૂ.3.09 કરોડ જમા થઈને અન્ય ખાતામાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ​પોલીસે પેઢીના માલિક પેરીસકુમાર સીસાંગીયાની અટકાયત કરી ત્યારે જાણવા મળ્યું કે ધંધામાં નુકસાન થતાં તેનો ભાગીદાર સાગર જુલાઈ 2022 છૂટો થઈ ગયો હતો. ત્યારબાદ નાણાંની તીવ્ર જરૂરિયાત હોવાથી પેરીસકુમારે ગાંધીનગરના તેના મિત્ર કૃનાલભાઈ નાગીનભાઈ ગોંડલીયાને 2થી 3% કમિશનની લાલચમાં પેઢીના બેંક ખાતાના ઈન્ટરનેટ બેંકિંગ આઈડી અને પાસવર્ડ સોંપી દીધા હતા. હાલ પોલીસે આ બેંક ખાતું ફ્રીઝ કરી દીધું છે અને પેરીસકુમાર તથા કૃનાલ વિરુદ્ધ ગુનો નોંધી આંતરરાજ્ય સાયબર ગુનેગારો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડા-નારીરોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:ક્રાઈમ બ્રાંચને જોઈ આરોપી તેના સાગરીતો સાથે ભાગ્યો, કાર સહિત રૂ.8 લાખનો મુદામાલ કબ્જે કર્યો
    Next Article
    દેવસર નવનાથ ધામમાં શ્રી આઈ ભવન, પ્રસાદાલયનું ઉદ્ઘાટન:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ, સંતો ઉપસ્થિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment