Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા ક્રાઈમ અપડેટ:ગેરકાયદે બંદૂક સાથે શખ્સ ઝડપાયો, 8 વર્ષથી ફરાર આરોપી સહિત ચોરીની બાઇક સાથે એક પકડાયો

    6 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ગુનાખોરી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન SOG અને હિંમતનગર બી ડિવિઝન પોલીસે અલગ-અલગ કાર્યવાહીમાં ગેરકાયદે બંદૂક સાથે એક શખ્સ, 8 વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસના આરોપી તથા ચોરીની મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ગાંભોઈમાં બંદૂક સાથે શખ્સ ઝડપાયો સાબરકાંઠા SOGની ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે ખેડ-તસીયા રોડ પર રાયસિંગપુરા ગામની સીમમાં રાજુભાઈ મકવાણાના બોરકૂવા વાળા ખેતરમાં એક શખ્સ હાથમાં બંદૂક લઈને ફરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસને જોઈ શંકાસ્પદ શખ્સે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે આશરે અડધો કિલોમીટર સુધી તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગેરકાયદે બંદૂક મળી આવતા લાલજીભાઈ પોપટભાઈ બારા (ઉં.વ. 31), રહે. ટોલડુંગરી, તા. વિજયનગરની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 8 વર્ષથી ફરાર પ્રોહિબિશન કેસનો આરોપી પકડાયો સાબરકાંઠા SOGએ વર્ષ 2018ના પ્રોહિબિશન કેસમાં છેલ્લા 8 વર્ષથી ફરાર આરોપી રૂપેશભાઈ મનસુખભાઈ અજાગીયા (ઉં.વ. 35)ને હિંમતનગરના મોતીપુરા પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે. પોલીસને ખાનગી બાતમીના આધારે માહિતી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી વિજયનગર પોલીસ સ્ટેશનના થર્ડ ગુ.ર.નં. 101/2018ના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો. તેની સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 116(બી) અને 98(2) મુજબ ગુનો નોંધાયેલો હતો. આરોપીની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 35(1)(જે) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી માટે હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ચોરીની બાઇક સાથે આરોપી ઝડપાયો અલગ ઘટનામાં હિંમતનગર બી ડિવિઝન પોલીસે મોટરસાઇકલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરીની બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ધાણધા ફાટક નજીકના ગલ્લા પાસેથી હીરો હોન્ડા કંપનીની કાળા રંગની પેશન પ્રો મોટરસાઇકલ નંબર GJ-09-CP-8342 ચોરી થઈ હતી. આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીની બાઇક લઈને હિરેનકુમાર વિષ્ણુભાઇ સથવારા ધાણધા ફાટક તરફથી એન.જી. સર્કલ તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવી તેને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Sardar 2 BO Day 2: Karthi's Action Sequel Makes Its Presence Felt In Theatres
    Next Article
    सबका आयुष्मान बनाते हैं… अपना क्यों नहीं? जानिए पूरी कहानी

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment