Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીંબડી ગામતળ વિવાદ ઉકેલવા માંગ:સરપંચે કલેક્ટરને વિકાસ કાર્યો શરૂ કરવા રજૂઆત કરી

    1 week ago

    મોરબી તાલુકાના ટીંબડી ગામે નવા ગામતળની જગ્યાના વિવાદના નિરાકરણ અને વિકાસ કાર્યોની પરવાનગી માટે ટીંબડી ગ્રામ પંચાયતના સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલાએ મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆત 9 જૂન, 2026 ના રોજ કરવામાં આવી હતી. રજૂઆત મુજબ, ટીંબડી ગામના નવા ગામતળ (નવી ટીંબડી) વિસ્તારમાં ટીંબડી ગામના સર્વે નંબર 94/2 અને પીપળી ગામના ખરાબાના સર્વે નંબર 304/1 પૈકીની જગ્યાઓ અંગે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના નિરાકરણ માટે મોરબીના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. પંચાયતે આ મામલે ઝડપી અને યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી છે. સરપંચે વધુમાં જણાવ્યું કે, ટીંબડી ગામના નવા ગામતળ વિસ્તારમાં આશરે 100 જેટલા પરિવારો વસવાટ કરે છે. હાલમાં, સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અહીં પ્લોટો ફાળવવામાં આવ્યા છે અને આવાસ યોજનાના મકાનોનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. આ પરિવારોને રહેવા માટે વીજળી, પાણી, ભૂગર્ભ-ગટર અને રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓની તાતી જરૂરિયાત છે. તેથી, ટીંબડી પંચાયત આ વિસ્તારમાં વિકાસના કામો કરવા માંગે છે. કલેક્ટરને અપીલ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયતને આ વિસ્તારમાં વિકાસના કામો કરવાની સત્વરે પરવાનગી આપવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપાનો ક્લાર્ક ફૂટપાથ પરથી રૂ. 3500ની લાંચ લેતા:વરાછા ઝોન કચેરી નજીક એસીબીની સફળ ટ્રેપ, ફરિયાદીએ રહેણાંક મકાનમાં સાડીનો જથ્થો રાખ્યો હોય લાંચ માગી હતી
    Next Article
    કુંભારવાડા-નારીરોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ક્રેટા કાર ઝડપાઈ:ક્રાઈમ બ્રાંચને જોઈ આરોપી તેના સાગરીતો સાથે ભાગ્યો, કાર સહિત રૂ.8 લાખનો મુદામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment