Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM ની અપીલનો અમલ, રાજકોટના સાંસદની ST બસમાં સવારી:પરસોતમ રૂપાલાએ કહ્યું - વોલ્વોની સફર એટલી આરામદાયક રહી કે એક પુસ્તક વાંચી નાખ્યું

    1 week ago

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અને માસ ટ્રાન્સપોર્ટેશનનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલના અમલ સ્વરૂપે રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ આજે અમદાવાદથી રાજકોટ વોલ્વો બસની સવારી કરી હતી. અહીં પહોંચતાની સાથે જ તેમણે એસટી બસમાં મુસાફરીને આહલાદક ગણાવી. પોતે આ સફર દરમિયાન ચેતના વાછાણી લિખિત ટહુકો પુસ્તક પણ વાંચ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો. તેમણે અગાઉની અને અત્યારની એસટી બસમાં જમીન આસમાનનો ફર્ક બતાવ્યો તો આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને એક વર્ષ પૂર્ણ થવા પર શોક વ્યક્ત કર્યો અને દિશાવાળો જણ અને ફૌજનો આગેવાન ગુમાવ્યાનો વસવસો વ્યક્ત કર્યો હતો. પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતુ કે, અમદાવાદથી રાજકોટ વોલ્વો બસમાં આવવાનો જે અનુભવ થયો તે અત્યંત આહલાદક લાગ્યો. એકદમ સરળતાથી અને કમ્ફર્ટથી રાજકોટ પહોંચી ગયો તેનો ખ્યાલ પણ ન આવ્યો. આપણે માનસિક રીતે સ્વસ્થ ન હોઈએ તો આપણી મનપસંદ એક્ટિવિટી ન કરી શકીએ. મેં અમદાવાદથી રાજકોટ સુધીમાં એક પુસ્તક વાંચી લીધું. તેના ઉપરથી સમજી શકાય કે બસમાં મને કેટલો કમ્ફર્ટ ઝોન મળ્યો હશે. અમદાવાદથી રાજકોટ હું ચાર કલાકમાં પહોંચી ગયો. તેમણે વધુમાં જણાવ્યું કે, હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે પણ મેં એસટી બસમાં મુસાફરી કરેલી છે. તે વખતે સીધી ગાંધીનગરની બસ ન હતી એટલે અમદાવાદ ગીતામંદિર ઉતરી જતા અને ત્યાંથી ડબલ ડેકર શોધતા. હું અભ્યાસ કરતો ત્યારે પણ એસટી બસની મુસાફરી કરેલી છે પરંતુ ત્યારની અને અત્યારની બસોમાં જમીન - આસમાનનો ફર્ક છે. માસ ટ્રાન્સપોર્ટેશનમાં એસટી વિભાગનો રોલ ખૂબ જ મહત્વનો છે. આજે રાજ્ય સરકારે નવી એસટી બસો પણ રાજકોટને ફાળવી છે અને અહીંથી સીધી ભુજની રોજની બસ શરૂ થઈ છે. જે બસોના ઉદ્ઘાટન માટે સવારે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ હું ગાંધીનગર હોવાથી પહોંચી શક્યો ન હતો તો હું વોલ્વો બસમાં બેસીને જ રાજકોટ આવ્યો. પૂર્વ CM વિજય રૂપાણીના નિધનને એક વર્ષ પૂર્ણ થતા દિશાવાળો જણ અને ફૌજનો આગેવાન ગણાવ્યો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધનને એક વર્ષ પૂર્ણ થયું તે અંગે પૂછવામાં આવતા રૂપાલાએ જણાવ્યું હતું કે, અમારા એક ઝુઝારૂ નેતાએ અકાળે દુર્ઘટનાનો ભોગ બની અમારી વચ્ચેથી વિદાય લીધી તેનો વસવસો અમારા સમગ્ર ભાજપ પરિવારને છે. એક દિશાવાળો જણ, ફૌજ માટે લડી શકે તેવો આગેવાન આપણે ગુમાવ્યું છે તેની ખોટ તો સદૈવ રહેવાની છે પરંતુ એણે પ્રસરાવેલી સુવાસ અને શરૂ કરેલા કાર્યોને સતત ચાલુ રાખીને લોકોની વચ્ચે સદૈવ તેમના વિચારો અને પ્રયાસો સાથે જીવશે તેવી મને શ્રધ્ધા છે.
    Click here to Read More
    Previous Article
    દેવસર નવનાથ ધામમાં શ્રી આઈ ભવન, પ્રસાદાલયનું ઉદ્ઘાટન:કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ, સંતો ઉપસ્થિત
    Next Article
    પંચમહાલમાં ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનો ઝડપાયા:બે વાહન જપ્ત, ₹40 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment