Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેપર લીક અને વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન:કાર્યકરોએ ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યાં, પૂર્વ સાંસદ વિક્રમ માડમે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી

    1 week ago

    જામનગરમાં ડીકેવી સર્કલ ખાતે કોંગ્રેસ દ્વારા NEET પેપર લીક તેમજ વધતી મોંઘવારીના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા 'ભાજપ આવી મોંઘવારી લાવી', કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપો સહિતના સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા. આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરો જોડાયા હતા. દેશભરમાં NEET સહિતની પરીક્ષાઓના પેપર લીક કૌભાંડો અને સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન છેડ્યું છે. આ અંતર્ગત જામનગરમાં યોજાયેલા ધરણા પ્રદર્શન દરમિયાન પૂર્વ સાંસદ વિક્રમ માડમે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી હતી. મીડિયા સાથે વાત કરતા વિક્રમ માડમે જણાવ્યું હતું કે, NEET હોય કે અન્ય કોઈ પણ સરકારી ભરતીની પરીક્ષાઓ, સતત પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ કૌભાંડોને કારણે દેશના લાખો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, કેન્દ્ર સરકાર યુવાનો સાથે થઈ રહેલો અન્યાય અને શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલા ભ્રષ્ટાચારને રોકવામાં નિષ્ફળ રહી છે, તેથી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. વિક્રમ માડમે સરકારની આર્થિક નીતિઓ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું હતું, ત્યારે ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારીને જનતા પાસેથી ખરબો રૂપિયા એકઠા કર્યા હતા. પરંતુ આજે જ્યારે જનતા મુશ્કેલીમાં છે, ત્યારે સરકારે મોંઘવારીનો માર ચાલુ રાખ્યો છે. તેમણે ગેસ સિલિન્ડરના મુદ્દે આક્ષેપ કર્યો કે, પહેલાં વર્ષમાં 12 સિલિન્ડર અપાતા હતા, પછી ઘટાડીને 9 કર્યા અને હવે માત્ર 4 સિલિન્ડર કરી દેવામાં આવ્યા છે. આ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની જનતાને લૂંટી રહી છે. વિક્રમ માડમે જણાવ્યું હતું કે, ભાજપનો એક જ એજન્ડા છે - સામ, દામ, દંડ, ભેદથી સત્તા મેળવવી. પૂર્વ સાંસદે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ સરકારને જનતાના પ્રશ્નોમાં કોઈ રસ નથી. તેમનો એકમાત્ર એજન્ડા ચૂંટણી જીતવાનો અને સત્તા ટકાવી રાખવાનો છે. આ માટે તેઓ ચૂંટણીમાં ઘાલમેલ કરવા, મતો વેચાતા લેવા, દારૂ અને ધાક-ધમકીઓનો ઉપયોગ કરવા તેમજ સરકારી તંત્ર અને મશીનરીનો દુરુપયોગ કરવામાં પણ અચકાતા નથી. સત્તા મેળવ્યા બાદ જનતા ભલે પાયમાલ થઈ જાય, તેની ચિંતા સરકારને નથી. દેશભરમાં કોંગ્રેસના આંદોલન અને ઉપવાસ ​તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જનતાની આ પાયમાલી અને બેસુમાર મોંઘવારી સામે કોંગ્રેસ પક્ષ મૂકપ્રેક્ષક બનીને બેસી રહેશે નહીં. દેશભરમાં કોંગ્રેસ દ્વારા આંદોલનો, ઉપવાસો અને ધરણા પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. જનતાને મોંઘવારીમાંથી તાત્કાલિક રાહત આપવામાં આવે અને પેપર લીક કૌભાંડના અસલી દોષિતોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી કોંગ્રેસની મુખ્ય માંગણી છે. દર બીજા-ત્રીજા દિવસે વસૂલાતો અને ભાવો વધારીને ગરીબોનું જીવવું હરામ કરી દેનારી આ નીતિ હવે જનતા સહન કરી શકે તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    બાવળિયાળી મંદિર દર્શને જઈ રહેલા યુવકને કાળનો ભેટો:સેનસગામ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત
    Next Article
    કરમસદ-આણંદમાં PM સ્વનિધિ યોજનાના લોક કલ્યાણ મેળાનું આયોજન:નાના ફેરિયાઓ અને શ્રમિકોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય, જૂનભર અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment