Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાવળિયાળી મંદિર દર્શને જઈ રહેલા યુવકને કાળનો ભેટો:સેનસગામ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત

    1 week ago

    ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી માતાજીના દર્શન કરવા માટે ભાલ પંથકના બાવળીયાળી ગામ તરફ સ્કૂટર પર નીકળેલા યુવાનનું સનેસ ગામ નજીક ટ્રક અને સ્કૂટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ગરીબ શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂટ પર છાશવારે જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા રાકેશ ધરમશીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 27 બપોરના સમયે પોતાનું સ્કૂટર નંબર GJ-04-EO-6589 લઈને ભાલપંથકમાં આવેલ બાવળીયાળી ગામ પાસે હિંગળાજ માતાના મંદિરે દર્શન માટે જઈ રહ્યો હતો ત્યારે સનેસ ગામ નજીક ટ્રક નંબર GJ-03- AX- 9796 સાથે સ્કૂટર અથડાતા સ્કૂટર ચાલક રાકેશને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. શ્રમજીવ પરિવારમાં શોકનો માહોલ છવાયો આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થતા લોકોએ વેળાવદર ભાલ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા યુવકના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ તજવીજ હાથ ધરી છે આ ઘટનાને પગલે ખેડૂતવાસ વિસ્તારમાં ગરીબ શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ચોટીલા પાસે હિટ એન્ડ રનમાં બે પિતરાઈ ભાઈઓના મોત:પીપળીધામે રામદેવપીરના મંદિરે દર્શન કરી પરત આવતા બાઈક સવાર બંને ભાઈઓને વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા
    Next Article
    પેપર લીક અને વધતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન:કાર્યકરોએ ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યાં, પૂર્વ સાંસદ વિક્રમ માડમે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment