Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકો પાણી માટે ત્રસ્ત, પદાધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત:પાણીની પોકાર વચ્ચે ચેરમેનનો એટિટ્યુડ, હું કામ ક્યારે કરીશ? અધિકારીઓને શું સૂચના આપી તે પૂછતા રૂઆબ બતાવ્યો

    1 सप्ताह पहले

    વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. હજુ વરસાદ ન પડે ત્યાં સુધી લોકોએ પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ છે તો બીજી તરફ કોર્પોરેશનના નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓ પોતાને કામમાં એટલા વ્યસ્ત રાખી રહ્યા છે અથવા તો તેઓને હજુ શું કામ કરવું તેની સમજ ન પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરની પાણીની સમસ્યા અંગે કોર્પોરેશનના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ પોતાનો રૂઆબ બતાવ્યો હતો અને જવાબ આપ્યો હતો કે, હું કામ ક્યારે કરીશ? તો કોર્પોરેશન દ્વારા શું પગલા લેવામાં આવ્યા છે અને લોકોને ક્યારે રાહત થશે તે વાત લોકો સુધી પહોંચાડવી એ કોર્પોરેશન માટે પ્રાથમિકતા નથી? આખરે તો તેઓ કોર્પોરેશનના ટ્રસ્ટીઓ છે અને લોકો માટે જ કામ કરવા ચૂંટાયા છે. ચેરમેને સવારે અધિકારીઓ સાથે બેઠક કરી ચેરમેન દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે સવારે બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓને શું સૂચના આપવામાં આવી તે અંગેની માહિતી મેળવવા માટે ચેરમેન પાસે મીડિયા ગયું હતું. જો કે એસી કેબિનમાં બેઠા બેઠા જાણે પોતે કામમાં ખૂબ કામમાં વ્યસ્ત છે તેવો રૂઆબ તેઓએ બતાવ્યો હતો. તેઓએ અધિકારીઓને શું સૂચના આપી તે કહેવાને બદલે મીડિયાને એમ કહ્યું કે, આ બધું કરીશ તો હું કામ ક્યારે કરીશ? જો કે નવા નિયુક્ત થયેલા ચેરમેનના આ એટિટ્યુડનો ઘણાને અનુભવ થયો હોવાની પણ ચર્ચા છે. લોકો સુધી પૂરતું પાણી કેવી રીતે પહોંચાડવું? વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં પાણી માટે છેલ્લા એક સપ્તાહથી બૂમો ઉઠી છે. જો કે હજુ ઓગસ્ટ મહિના સુધી પાણીની આવી તકલીફ રહે તેવી શક્યતા છે. ત્યારે નવા પદાધિકારીઓને લોકો સુધી પૂરતા પ્રમાણમાં પાણી કેવી રીતે પહોંચાડવું તેની સમજ જ પડી રહી નથી. અધિકારીઓ પણ તેઓને ગોળ ગોળ ફેરવી ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની ચર્ચા છે. પરંતુ લોકોની સમસ્યા રોજેરોજ વિકટ થઈ રહી છે. ત્યારે પદાધિકારીઓએ લોકોની સમસ્યા અંગે શું પગલા ભર્યા તે લોકો સુધી પણ પહોંચાડવું પડશે. ઓફિસમાં બેસીને નિરાકરણ કેવી રીતે આવશે? પૂર્વ વિસ્તારની ઢગલાબંધ સોસાયટીઓમાં હાલમાં પાણી પૂરતા પ્રમાણમાં મળી રહ્યું નથી. કેટલાક વિસ્તારમાં તો માત્ર 20 મિનિટ પાણી આવે છે. લોકોએ સવારથી પાણી વગર કેવી રીતે રહેવું તે સમસ્યા વિકટ બની છે, ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ સ્થળ પર મુલાકાતે ગયા વગર જ ઓફિસમાં બેઠા બેઠા નિરાકરણ શોધી રહ્યા છે. માત્ર મિટીંગો કરીને જ સંતોષ માની રહ્યા છે. ત્યારે લોકોના પ્રશ્નોનું નિરાકરણ આ રીતે ઓફિસમાં બેઠા બેઠા કેવી રીતે આવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોંઘવારીના માર વચ્ચે દૂધસાગર ડેરીનો પશુપાલકોને ઝટકો:સાગર દાણના ભાવમાં બોરી દીઠ 200થી 250નો વધારો ઝીંકી દેવાયો, દૂધ હિતરક્ષક સમિતિનું ભાવ ઘટાડવા 10 દિવસનું અલ્ટીમેટમ
    Next Article
    હૈદરાબાદથી કરિયર બનાવવા અમદાવાદ આવેલી યુવતી PGમાં નશાના રવાડે ચડી:નોકરી, ફોન-એક્ટિવા ગુમાવી બગીચામાં રહેવા મજબૂર બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment