Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોંઘવારીના માર વચ્ચે દૂધસાગર ડેરીનો પશુપાલકોને ઝટકો:સાગર દાણના ભાવમાં બોરી દીઠ 200થી 250નો વધારો ઝીંકી દેવાયો, દૂધ હિતરક્ષક સમિતિનું ભાવ ઘટાડવા 10 દિવસનું અલ્ટીમેટમ

    1 week ago

    મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા પશુ આહાર એવા 'સાગર દાણ'ના ભાવમાં મસમોટા ઝીંકાયેલા ભાવવધારાને પગલે પશુપાલકો અને સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડેરી સત્તાધીશો દ્વારા સાગર દાણની બોરી દીઠ રૂપિયા 200 થી 250 સુધીનો અસહ્ય વધારો ઝીંકી દેવામાં આવતા પશુપાલકોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે મેદાનમાં આવેલી દૂધ હિત રક્ષક સમિતિએ ડેરી પ્રશાસનને આ ભાવવધારો પાછો ખેંચવા માટે આગામી 10 દિવસની ચીમકી ઉચ્ચારી છે, જેને કારણે આગામી દિવસોમાં દૂધના વ્યવસાયને થંભાવી દે તેવા વધુ એક મોટા અને ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે. દૂધસાગર ડેરીને ભાવ ઘટાડવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ અપાયું ભૂતકાળમાં વિપુલભાઈ ચૌધરીના શાસનકાળ સામે રચાયેલી દૂધ હિત રક્ષક સમિતિ હવે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીના નિર્ણય સામે આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. સહકારી ક્ષેત્રે પશુ આહારના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે પશુપાલનનો દૈનિક ખર્ચ આભને આંબી રહ્યો છે. એકતરફ મોંઘો દાણ અને ઘાસચારો, જ્યારે બીજી તરફ દૂધના પૂરતા ખરીદ ભાવ ન મળતા ગ્રામીણ સ્તરે પશુપાલકો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા હોવાની બૂમ ઉઠી છે. આ આક્રોશને પગલે સમિતિ દ્વારા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ને લેખિતમાં આવેદનપત્ર આપીને અલ્ટીમેટમ સોંપવામાં આવ્યું છે કે જો પશુપાલકોના હિતમાં ભાવ ઘટાડવામાં નહીં આવે તો તમામ દૂધ મંડળીઓ સાથે મળીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. બોરી દીઠ 200થી 250 રૂપિયાનો વધારો કરાયો ભાવવધારાની ચોંકાવનારી વિગતો આપતા દૂધ હિત રક્ષક સમિતિના અગ્રણી ભગવાનભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અગાઉ શણની બોરીમાં આવતા સાગરદાણનો ભાવ રૂપિયા 1600 હતો. ત્યારબાદ શણની જગ્યાએ પ્લાસ્ટિકની બેગ કરીને તેનો ભાવ ઘટાડીને રૂપિયા 1500 કરવામાં આવ્યો હતો. જો કે, થોડા સમય બાદ ડેરી પ્રશાસન દ્વારા સીધો જ રૂપિયા 200 નો વધારો ઝીંકીને આ ભાવ રૂપિયા 1700 કરી દેવાયો છે, જ્યારે હાઈપ્રો દાણની અંદર પણ સીધો રૂપિયા 250 નો ધરખમ વધારો કરાયો છે. મોંઘવારીના માર વચ્ચે સાગર દાણ મોંઘું થતા પશુપાલકો પરેશાન પશુપાલકોના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં મોંઘો ઘાસચારો અને બહારથી લાવવામાં આવતો પૂરક ખોરાક પણ બહુ મોંઘો સાબિત થઈ રહ્યો છે, ત્યારે ડેરીનો આ નિર્ણય બિલકુલ પોસાય તેમ નથી. પશુપાલક અગ્રણીઓએ સ્પષ્ટ ચિંતન વ્યક્ત કર્યું છે કે જો આગામી 10 દિવસમાં ડેરીનું નિયામક મંડળ તેમની સાથે બેઠક યોજીને ભાવમાં વાજબી ઘટાડો નહીં કરે, તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આ અજંપાભરી સ્થિતિને જોતા મહેસાણાના સહકારી રાજકારણમાં ફરી એકવાર દૂધનો ઉભરો આવે અને મોટો વિવાદ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    નરોડા GIDCમાં MSN ઈન્ટરમીડીયેટ્સ કંપનીની આગમાં વધુ એકનું મોત:ઘટના સમયે ઈજાગ્રસ્ત મધુર પરમારે સારવાર સમયે જીવ ગૂમાવ્યો, ન્યાય આપવાની માગ સાથે પરિવારનો સંચાલકો પર બેદરકારીનો આક્ષેપ
    Next Article
    લોકો પાણી માટે ત્રસ્ત, પદાધિકારીઓ મીટિંગમાં વ્યસ્ત:પાણીની પોકાર વચ્ચે ચેરમેનનો એટિટ્યુડ, હું કામ ક્યારે કરીશ? અધિકારીઓને શું સૂચના આપી તે પૂછતા રૂઆબ બતાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment