Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી શિક્ષકોને વસ્તી ગણતરીમાં 'ઓન ડ્યુટી' જાહેર કરવા રજૂઆત:શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને ગરમી અને શિક્ષણ કાર્યના પડકારો ટાંક્યા

    5 days ago

    મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ભારત સરકારના જનગણના અધિનિયમ-1948 હેઠળ વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી 1 જૂન, 2026થી અમલમાં આવશે. શિક્ષકો ઘરોને નંબર આપવા, નજરી નકશો તૈયાર કરવા અને 34 કોલમની ઓનલાઈન માહિતી એન્ટ્રી કરવા જેવી ફરજો બજાવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન શિક્ષકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું છે કે, હાલની અસહ્ય ગરમીમાં શેરીએ શેરીએ જઈને વસ્તી ગણતરીનું કામ કરવું શિક્ષકો માટે અત્યંત મુશ્કેલ બન્યું છે. વધુમાં, શાળાની નિયમિત શિક્ષણ કામગીરી સાથે વસ્તી ગણતરીનું કામ સમય મર્યાદામાં પૂર્ણ કરવું પણ પડકારજનક સાબિત થઈ રહ્યું છે. આ બેવડી જવાબદારીને કારણે શિક્ષકો પર કાર્યબોજ વધી રહ્યો છે. આ સંદર્ભે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત અને મોરબી એકમ દ્વારા કલેક્ટર તેમજ વસ્તી ગણતરી મહાનગરપાલિકાના ચાર્જ અધિકારી સહિતના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. જનગણના અધિનિયમ-1948ની કલમ 15A હેઠળ, વસ્તી ગણતરી માટે ફાળવવામાં આવેલ સમયને મૂળ ફરજનો સમય ગણવાની જોગવાઈ છે. આ જોગવાઈને ટાંકીને શિક્ષકોને "ઓન ડ્યુટી" જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરમાં હડકાયા શ્વાનનો હુમલો:ચીચાણી ગામે 12 વર્ષના કિશોરને ગંભીર ઈજા, કપાળે 8 ટાંકા આવ્યા
    Next Article
    લગ્નની લાલચે એક સંતાનની માતા સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ:કેટરિંગના વ્યવસાયમાં પરિચય થયો ને સમીર પઠાણે કર્યું શારીરિક શોષણ, મહિલાને તરછોડી આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment