Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાદરામાં ટેમ્પો ચાલકની ઘરમાં ઘુસી હત્યા:અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ તપાસ શરૂ

    6 days ago

    વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરાના દેમણી રોડ સ્થિત સ્કૂલ ફળિયા વિસ્તારમાં રવિવાર મોડી રાત્રે એક ટેમ્પો ચાલકની ઘરમાં ઘુસી હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. મળતી માહિતી અનુસાર, મૃતક 35 વર્ષીય પ્રિતેશ પટેલ સ્કૂલ ફળિયાના રહેવાસી અને વ્યવસાયે ટેમ્પો ચાલક હતા. મધરાત દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો તેમના ઘરે ઘુસ્યા હતા અને તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ દાદરા આઉટપોસ્ટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાસ્થળને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના પરિવારજનોએ પોલીસ અધિક્ષક તેમજ એએસપી સમક્ષ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે અને હત્યા પાછળનું કારણ તેમજ હુમલાખોરો કોણ હતા તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડિમોલીશન સમયે હાજર સુરત મનપાના અધિકારીનો કોંગ્રેસે વીડિયો જાહેર કર્યો:અસલમ સાયકલવાળાએ કહ્યું- 'મેં કમિશનરને 50 વીડિયો આપ્યા'સવાલ કરતા જ અધિકારી ભાગ્યા
    Next Article
    મિલકત વેરા વસુલાતમાં ડિજિટલ ક્રાંતિ:મનપાને માત્ર બે મહિનામાં જ 30.98 કરોડની આવક થઈ, 66 હજારથી વધુ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment