Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકત વેરા વસુલાતમાં ડિજિટલ ક્રાંતિ:મનપાને માત્ર બે મહિનામાં જ 30.98 કરોડની આવક થઈ, 66 હજારથી વધુ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો

    6 days ago

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરાની વસુલાતની કામગીરી ખૂબ જ વેગવંતી બની છે. 1 એપ્રિલથી શરૂ થયેલી આ ઝુંબેશમાં પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. 30.98 કરોડની આવક મેળવી લીધી છે. ખાસ કરીને પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી દસ ટકા પ્રોત્સાહક વળતર યોજનાને નગરજનો તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, જેના પરિણામે અત્યાર સુધીમાં 66,393 કરદાતાઓએ પોતાના વેરાની સમયસર ભરપાઈ કરીને આ યોજનાનો લાભ લીધો છે. 66 ટકા નાગરિકોએ ડિજિટલી વેરો ચૂકવ્યો ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી દસ ટકા પ્રોત્સાહક વળતર યોજનાને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.નગરજનો હવે ડિજિટલ માધ્યમો તરફ વળી રહ્યા હોય તેમ ઓનલાઈન ટેક્સ ચૂકવણીનો આંકડો ઘણો મોટો જોવા મળ્યો છે. કુલ કરદાતાઓમાંથી 43,819 એટલે કે આશરે 66 ટકા નાગરિકોએ ડિજિટલ માધ્યમથી વેરો ચૂકવવાનું પસંદ કર્યું છે. ઘરે બેઠા વેરો ભરી શકાશે જે અંતગર્ત ઓનલાઈન માધ્યમ થકી પાલિકાને 18.95 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે. નાગરિકો માટે પાલિકાની સત્તાવાર વેબસાઈટ પર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને નેટ બેન્કિંગ જેવા વિવિધ સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેથી કોઈપણ મુશ્કેલી વિના ઘરે બેઠા વેરો ભરી શકાય છે. વેબસાઈટ પર વેરો ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા પણ મૂકવામાં આવી છે. રોકડ કે ચેકથી પણ વેરો ભરી શકાશે ​જે નાગરિકો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાને બદલે રૂબરૂ આવીને વેરો ભરવા ઈચ્છે છે. તેમના માટે પણ ઓફલાઈન સુવિધાઓને સરળ બનાવવામાં આવી છે. ઉત્તર ઝોનની પેથાપુર કચેરી, મધ્ય ઝોન માટે સેક્ટર-11 સ્થિત એમ.એસ. બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારોની જૂની પંચાયત કચેરીઓ ખાતે નાગરિકો રોકડ કે ચેકથી વેરો ભરી શકે છે. રોકડ માટે સવારે 10.30 થી બપોરે 4.00 અને ચેક માટે સાંજે 5 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને ઓનલાઈન સુવિધાનો મહત્તમ લાભ લઈ સમય અને નાણાંની બચત કરવા શહેરના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    દાદરામાં ટેમ્પો ચાલકની ઘરમાં ઘુસી હત્યા:અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ તપાસ શરૂ
    Next Article
    ગણપત યુનિવર્સિટી દ્વારા મુંબઈમાં ભવ્ય મેરિટાઇમ સ્કિલ કોન્ક્લેવ 2026નું આયોજન:વિશ્વભરના 250થી વધુ મેરિટાઇમ નિષ્ણાતો, શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ '5Ts' થીમ આધારિત વૈશ્વિક મંચ પર એકત્રિત થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment