Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણપત યુનિવર્સિટી દ્વારા મુંબઈમાં ભવ્ય મેરિટાઇમ સ્કિલ કોન્ક્લેવ 2026નું આયોજન:વિશ્વભરના 250થી વધુ મેરિટાઇમ નિષ્ણાતો, શિક્ષણવિદો અને નીતિ નિર્માતાઓ '5Ts' થીમ આધારિત વૈશ્વિક મંચ પર એકત્રિત થયા

    6 दिन पहले

    ગણપત યુનિવર્સિટી દ્વારા વિવિધ અગ્રણી ઉદ્યોગ અને જ્ઞાન સહયોગી સંસ્થાઓના સહયોગથી ગઈકાલે તા. 6 જૂન, 2026ના રોજ મુંબઈ સ્થિત ધ લીલા મુંબઈ ખાતે "5Ts શેપિંગ ધ ફ્યુચર ઑફ મેરિટાઇમ: ટેલેન્ટ, ટેક્નોલોજી, ટ્રાન્ઝિશન, ટ્રેડ એન્ડ ટ્રાન્સફોર્મેશન" થીમ આધારિત ભવ્ય મેરિટાઇમ સ્કિલ કોન્ક્લેવ 2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો, વૈશ્વિક શિપિંગ ક્ષેત્રના આગેવાનો તથા મોટી સંખ્યામાં મેરિટાઇમ વ્યવસાયિકો એક જ મંચ પર એકત્રિત થયા હતા. ઝડપથી બદલાતી ટેક્નોલોજી અને વૈશ્વિક પરિવર્તનો વચ્ચે મેરિટાઇમ ક્ષેત્રમાં કૌશલ્ય વિકાસ, ટકાઉ વિકાસ અને ભવિષ્યલક્ષી માનવસંસાધનની તૈયારી જેવા મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ક્લેવમાં વિશ્વની જાણીતી પ્રતિષ્ઠિત શિપિંગ કંપનીઓ અને મેરિટાઇમ સંસ્થાઓના 250થી વધુ વ્યાવસાયિકો ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષણજગત અને ઉદ્યોગજગતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અદ્યતન ટેક્નોલોજી, આધુનિક તાલીમ પદ્ધતિઓ અને વ્યૂહાત્મક કાર્યપદ્ધતિના સમન્વય દ્વારા ભવિષ્યલક્ષી મેરિટાઇમ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન આધુનિક મેરિન વર્કફોર્સ સામે ઊભા થતા પડકારો તેમજ ભવિષ્ય માટે દરિયાઈ વ્યાવસાયિકોને વધુ સક્ષમ બનાવવા માટે '5Ts ફ્રેમવર્ક' ની ભૂમિકા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ અને પેટ્રન-ઇન-ચીફ પદ્મશ્રી ડૉ. ગણપત આઈ. પટેલે (દાદા) અધ્યક્ષસ્થાનેથી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. ગણપત યુનિવર્સિટીના ગ્રૂપ પ્રો ચાન્સેલર અને જોઇન્ટ પ્રેસિડન્ટ ડૉ. મહેન્દ્ર શર્માએ ઉદ્ઘાટન સત્રનું નેતૃત્વ કરીને ઉપસ્થિત મહાનુભાવો અને પ્રતિભાગીઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં શ્યામ જગન્નાથન (IAS- ડિરેક્ટર જનરલ ઓફ શિપિંગ), હરજીત કૌર જોશી (ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર એન્ડ કોર્પોરેટ એડવાઇઝર એન્ડ ફોર્મર CMD ઓફ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા), મોનિકા નાગેલગાર્ડ (રોયલ નોર્વેજિયન કોન્સ્યુલેટ જનરલ, મુંબઈ), અમિત કામત (ચેરમેન, FFFAI), પ્રવીણ કે. મિશ્રા (મેનેજિંગ ડિરેક્ટર, IRCLASS) તથા ડૉ. અલાવીકુન્હુ પંથક્કન (યુનિવર્સિટી ઓફ દુબઈ) સહિતના મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સ્વાગત પ્રવચનમાં ડૉ. મહેન્દ્ર શર્માએ શિક્ષણ અને મેરિટાઇમ ઉદ્યોગ વચ્ચે કૌશલ્ય આધારિત જોડાણને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક મેરિટાઇમ ક્ષેત્રમાં ભારતનું યોગદાન સતત વધી રહ્યું છે અને દેશના મેરિટાઇમ વિકાસના સપનાને સાકાર કરવા માટે કુશળ, ટેક્નોલોજીથી સજ્જ અને ભવિષ્ય માટે તૈયાર માનવબળ અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેરિટાઇમ વિકાસના વિઝનનો ઉલ્લેખ કરતાં તેમણે બ્લૂ ઇકોનોમીને ભારતની આર્થિક પ્રગતિ, રોજગારી, વેપાર અને તટીય વિકાસનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો હતો. પદ્મશ્રી ડૉ. ગણપત આઈ. પટેલે પોતાના અધ્યક્ષીય સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્રનિર્માણ માટે શિક્ષણ સંસ્થાઓ, ઉદ્યોગો અને સરકાર વચ્ચેનો સક્રિય સહયોગ સમયની માંગ છે. મુખ્ય પ્રવચનમાં IAS તેમજ ડિરેક્ટર જનરલ ઑફ શિપિંગ શ્યામ જગન્નાથને ભારતની યુવા શક્તિને દેશની સૌથી મોટી તાકાત ગણાવી હતી. તેમણે મેરિટાઇમ ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારીને આવકારતાં કોમન એડમિશન પોર્ટલ, ડિજિટલ પરીક્ષા વ્યવસ્થા, આધુનિક તાલીમ પદ્ધતિઓ અને અસરકારક ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ જેવી પહેલોની માહિતી આપી હતી. સાથે જ ગ્રીન શિપિંગ અને ડીકાર્બનાઇઝેશન માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં ગણપત યુનિવર્સિટી દ્વારા કુશળ મેરિટાઇમ માનવબળ તૈયાર કરવામાં થઈ રહેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ અવસરે મેરિટાઇમ ક્ષેત્રના વિકાસ માટે નવા વિચારો અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણ રજૂ કરતું ‘બ્લૂવર્સ 3.0’ પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓના સંશોધન અને ઇજનેરી ક્ષેત્રે થયેલા નવીન પ્રયાસોને રજૂ કરતી ‘ચાર્ટિંગ ન્યૂ હોરાઇઝન્સ : ધ અનવેલિંગ ઑફ સમુદ્ર શક્તિ’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, શિપિંગ, લોજિસ્ટિક્સ અને પોર્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ભાવિ નેતાઓ તૈયાર કરવાના હેતુથી ‘બીબીએ ઇન મેરિટાઇમ મેનેજમેન્ટ’ અભ્યાસક્રમની બ્રોશરનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મિલકત વેરા વસુલાતમાં ડિજિટલ ક્રાંતિ:મનપાને માત્ર બે મહિનામાં જ 30.98 કરોડની આવક થઈ, 66 હજારથી વધુ કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો
    Next Article
    ગોધરામાં 40 વર્ષ જૂના કોઝવેના નવીનીકરણનું કામ શરૂ:₹1.40 કરોડના ખર્ચે જાફરાબાદ-કનેલાવ વિસ્તારને મળશે નવો કોઝવે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment