Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર હાઇવે પર હિટ એન્ડ રન:અજાણી કારે બાઇકને ટક્કર મારતા વસ્તી ગણતરીના કામે જઈ રહેલો ક્લાર્ક ઇજાગ્રસ્ત, કેસ દાખલ

    1 week ago

    રાધનપુર-ભાભર હાઇવે પર પ્રેમનગર ગામના પાટિયા નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે. એક અજાણી સફેદ કારે મોટરસાયકલને ટક્કર મારતા વસ્તી ગણતરીની કામગીરીમાં જઈ રહેલા એક ક્લાર્ક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી રાજેન્દ્રકુમાર અમરતભાઈ પરમાર (ઉં.વ. 31) રાધનપુરના વલ્લભનગર શાળા પાછળ પંચમુખી સોસાયટીમાં રહે છે અને મૂળ સાંતલપુર તાલુકાના ગઢા ગામના વતની છે. તેઓ વ્યવસાયે ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ 04/06/2026 ના રોજ સવારે આશરે 8:00 વાગ્યે રાજેન્દ્રકુમાર પોતાનું મોટરસાયકલ લઈને રાધનપુર તાલુકાના સુબાપુરા ખાતે આવેલી માધ્યમિક શાળામાં વસ્તી ગણતરીની સરકારી કામગીરી માટે જઈ રહ્યા હતા. તેઓ રાધનપુર-ભાભર હાઇવે રોડ પર પ્રેમનગર ગામના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે ભાભર તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક સફેદ કલરની અજાણી ફોરવીલ ગાડીએ તેમના મોટરસાયકલને સામેથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા રાજેન્દ્રકુમાર રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ તેમજ ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કાર ચાલક ઈજાગ્રસ્તને મદદ કરવા કે પોલીસને જાણ કરવાને બદલે પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. રાધનપુર પોલીસે રાજેન્દ્રકુમાર પરમારની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ BNS કલમ 281, 125(એ), 125(બી) તથા એમ.વી. એક્ટ કલમ 177, 134, 187 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રીટ વેન્ડર પોલિસી સામે લારી-ગલ્લા ધારકોનો ઉગ્ર વિરોધ:પાલિકાએ 14 મુખ્ય રસ્તા પર પ્રતિબંધ અને સમય મર્યાદા નક્કી કરાતા આક્રોશ, વેપારીઓએ કહ્યું, 2014ની પોલિસી પહેલા લાગુ કરો
    Next Article
    રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર:વરસાદ ખેંચાય તો પણ પાણીની મુશ્કેલી નહીં પડે, દરરોજ પૂરતા પ્રેશર સાથે 20 મિનિટ પાણી અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment