Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રીટ વેન્ડર પોલિસી સામે લારી-ગલ્લા ધારકોનો ઉગ્ર વિરોધ:પાલિકાએ 14 મુખ્ય રસ્તા પર પ્રતિબંધ અને સમય મર્યાદા નક્કી કરાતા આક્રોશ, વેપારીઓએ કહ્યું, 2014ની પોલિસી પહેલા લાગુ કરો

    1 सप्ताह पहले

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના કેટલાક માર્ગો ઉપર લારી ગલ્લા ધારકોને નહીં ઉભા રહેવા માટેનો આદેશ કર્યો છે. જેના વિરોધમાં આજે લારી ગલ્લા ધારકો દ્વારા કોર્પોરેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નવા હોકિંગ ઝોન અને નોન-હોકિંગ ઝોન બનાવવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની આંતરિક વ્યવસ્થા, ટ્રાફિક નિયમન અને લારી-ગલ્લા ધારકોના રોજગારના યોગ્ય વ્યવસ્થાપન માટે વડોદરા શહેરના હદ વિસ્તારમાં ધંધો અને રોજગાર કરતા તમામ ફેરીયાઓ તેમજ લારી-ગલ્લા ધારકો માટે નવા હોકિંગ ઝોન અને નોન-હોકિંગ ઝોન બનાવવામાં આવશે. પાલિકા દ્વારા નવા નિયમો જાહેર કરાતા નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે આ નિયમો લાગુ કરવાનું નક્કી કરાયું છે.જો કે વેપારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. 14 રસ્તાઓ પર સ્ટ્રીટ વેન્ડીંગ પ્રવૃત્તિ નહીં થઈ શકે પ્રાથમિક તબક્કે વડોદરા શહેરના મુખ્ય 14 રસ્તાઓને ચિહ્નિત કરવામાં આવ્યા છે, જ્યાં હવેથી કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગની પ્રવૃત્તિ કરી શકાશે નહીં. આ સિવાયના અન્ય વિસ્તારો અથવા રસ્તાઓ પર હાલમાં જે ફેરિયાઓ ધંધો કરી રહ્યા છે, તેઓ માત્ર સાંજના 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી જ પોતાની જગ્યા પર ધંધો-રોજગાર કરી શકશે. રાત્રે 11 વાગ્યા પછી દરેક સ્ટ્રીટ વેન્ડર્સે નિયમ મુજબ પોતાની લારી કે પથારા ફરજિયાતપણે ત્યાંથી હટાવી લેવાના રહેશે અને જાહેર જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી કરવાની રહેશે. વેપારીઓનો આક્રોશ, પહેલા 2014ની પોલિસી લાગુ કરો સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા આજે કોર્પોરેશનના દરવાજાની હાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ફેરિયાઓના આગેવાને જાહેર સંબોધન કરતા જણાવ્યું હતું કે, તમે પહેલા 2014ની વેન્ડિંગ પોલિસી લાગુ કરો અને જો લાગુ ન કરવું હોય, એમ કહી દો કે, અમે ભારત સરકારને નથી માનતા, ભારત સરકારના સંવિધાનને નથી માનતા, ભારતના દેશના રાષ્ટ્રપતિને અમે નથી માનતા. 2014માં રાષ્ટ્રપતિ દ્વારા સહી કરીને ફેરિયાઓ માટે પોલિસી બહાર પડાઈ હતી જેનું અમલીકરણ ન થઇ રહ્યું હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં સરકારી ગોડાઉનમાંથી ચણા ચોરી:6 શખ્સો ઝડપાયા, ₹2.93 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    રાધનપુર હાઇવે પર હિટ એન્ડ રન:અજાણી કારે બાઇકને ટક્કર મારતા વસ્તી ગણતરીના કામે જઈ રહેલો ક્લાર્ક ઇજાગ્રસ્ત, કેસ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment