Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સરકારી ગોડાઉનમાંથી ચણા ચોરી:6 શખ્સો ઝડપાયા, ₹2.93 લાખનો મુદ્દામાલ જપ્ત

    1 week ago

    બોટાદ LCB પોલીસે સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરીના ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹2,93,460નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી 28 મેના રોજ સાળંગપુર રોડ પર આવેલા સરકારી ગોડાઉનમાં થઈ હતી. અજાણ્યા શખ્સોએ ગોડાઉનના પાછળના ભાગે ખાડો પાડી 120 બોરી ચણાની ચોરી કરી હતી. આ ઘટના બાદ LCB પોલીસે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે સાહીર અબ્બાસ વહોરા, શબ્બીર ઉર્ફે ભૂરો મહમદ ખત્રી, રમજાન રફિક કુરેશી, અલફેજ કાસમ કારવા, મહેમુદ ઈકબાલ કારીયાણીયા અને અક્રમ અલારખ ભાસનીને પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ દરમિયાન તેમણે સરકારી ગોડાઉનમાંથી ચણાની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે તેમની પાસેથી 188 મણ ચણા અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા સહિત કુલ ₹2,93,460નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જમીન ખાલી કરી દંડ ભરો, હાઈકોર્ટે યુસુફ પઠાણનો ઉધડો લીધો:HCએ કહ્યું- કોર્પોરેશનમાં ખાલી પ્રસ્તાવ હતો અને તમે કબ્જો કરી લીધો? આ ગુનો છે, ક્રિકેટર પાસે આવી અપેક્ષા નહોતી
    Next Article
    સ્ટ્રીટ વેન્ડર પોલિસી સામે લારી-ગલ્લા ધારકોનો ઉગ્ર વિરોધ:પાલિકાએ 14 મુખ્ય રસ્તા પર પ્રતિબંધ અને સમય મર્યાદા નક્કી કરાતા આક્રોશ, વેપારીઓએ કહ્યું, 2014ની પોલિસી પહેલા લાગુ કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment