Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર:વરસાદ ખેંચાય તો પણ પાણીની મુશ્કેલી નહીં પડે, દરરોજ પૂરતા પ્રેશર સાથે 20 મિનિટ પાણી અપાશે

    1 सप्ताह पहले

    રાજકોટ શહેરમાં હજુપણ ચોમાસાનો પ્રારંભ થયો નથી, જેને લઈને વરસાદ ખેંચાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે. ત્યારે વરસાદ મોડો આવે તો પણ લોકોને પાણીની કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવા મનપા કચેરી ખાતે મેયર ડો. નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય દર્શિતા શાહની હાજરીમાં અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મનપાનાં તમામ સિટી એન્જીનિયરો સહિતનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. દરમિયાન મેયર ડો. નેહલ શુક્લએ વરસાદ ખેંચાય તો પણ લોકોને પૂરતા દબાણ સાથે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવા આદેશો આપ્યા હતા. અને આ માટે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારે જો વરસાદ મોડો આવશે તો પણ શહેરનાં લોકોને પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીં તે નિશ્ચિત છે. ધારાસભ્યોની હાજરીમાં મનપાના અધિકારી-પદાધિકારીઓની બેઠક યોજાઈ પ્રાપ્ત વિગત મુજબ ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે જો વરસાદ ખેંચાય તો પણ રાજકોટ શહેરમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાય નહીં તેનાં માટે આગોતરું આયોજન કરવા માટે અધિકારીઓની સાથે પદાધિકારીઓની બેઠક યોજાઇ હતી. મહાપાલિકાના મેયર નેહલ શુક્લાના અધ્યક્ષ સ્થાને, ધારાસભ્ય દર્શિતા શાહ તેમજ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા સહિતના તમામ હોદ્દેદારો અને કોર્પોરેટરો સાથે એક ઉચ્ચસ્તરીય અને મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં મહાપાલિકાનાં સિટી એન્જિનિયરો સહિતના તમામ ટેકનિકલ સ્ટાફ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પૂરતા પ્રેશર સાથે દરરોજ 20 મિનિટ પાણી આપવાનો દાવો બેઠક દરમિયાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીના વિતરણ માટેની વ્યવસ્થા તેમજ ઘર આંગણાના વિસ્તારોની વર્તમાન સ્થિતિ વિશે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટનાં તમામ વોર્ડના શહેરીજનોને નિયમિત અને પૂરતા દબાણ સાથે દરરોજ 20 મિનિટ સુધી પાણીનું વિતરણ સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત વોર્ડ ઓફિસરો અને ટેકનિકલ ટીમને જરૂરી આયોજન કરવા અને કડક મોનિટરિંગ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરીજનોને યોગ્ય ગુણવત્તાવાળું પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વ્યવસ્થાની નિયમિત તપાસ, પાઇપલાઇન મેઇન્ટેનન્સની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વોર્ડ વિસ્તારમાં પાણી વિતરણમાં જરૂરી તકેદારી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે પાણીની ગુણવત્તા સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત કોર્પોરેટરોએ પોતાના વોર્ડની પાણી પુરવઠા વિષયક જરૂરિયાતો અને શહેરીજનોની રજૂઆતો સહિતના મુદ્દાઓ વિગતવાર રજૂ કર્યા હતા, જેને ધ્યાનમાં રાખી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા આયોજન કરવા જણાવાયું છે. ત્યારે આગામી સમયમાં વરસાદ ખેંચાય તો પણ શહેરનાં લોકોને પાણીની કોઈ મુશ્કેલી પડશે નહીં. અને દરરોજ 20 મિનિટ પાણી મળશે તેવો દાવો પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. બીજીતરફ પીએમ મોદીના સુશાસન પર્વની ઉજવણીના સ્તરે સ્વચ્છતા અભિયાન સાથે સતત કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યની તમામ મહાપાલિકાના મુખ્ય પદાધિકારીઓ સંગઠન અને સરકારના ઉચ્ચ સ્તરે બેઠક માટે ગાંધીનગર પહોંચ્યા છે. બેઠકમાં રાજકોટ મનપાનાં પદાધિકારીઓ પણ પહોંચ્યા છે. તેઓ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે મુલાકાત કરીને વહીવટી માર્ગદર્શન મેળવશે. તેમજ રાજકોટના જામનગર રોડ પર બની રહેલા અને લાખો વાહનચાલકો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા રૂ. 74 કરોડના ખર્ચે બનેલ સાંઢીયા પુલના લોકાર્પણની તારીખ નક્કી કરવા અંગે વિસ્તૃત ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત આગામી સમયમાં મનપામાં હજુ 15 જેટલી પેટા સમિતિઓની રચના કરવાની બાકી હોવાથી, નવા ચૂંટાયેલા કોર્પોરેટરો આ નિમણૂકોની રાહ જોઈ રહ્યા છે. આ સમિતિઓની રચના અંગે પણ પ્રદેશ કક્ષાએથી અંતિમ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકાર દ્વારા શહેરી વિસ્તારોના વિકાસ માટે વિવિધ લોકઉપયોગી કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે, જેના અમલીકરણ માટે ગાંધીનગરની બેઠક ખુબ જ નિર્ણાયક સાબિત થશે. પદાધિકારીઓ પરત આવશે ત્યારે જ આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે વધુ જાણકારી મળશે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુર હાઇવે પર હિટ એન્ડ રન:અજાણી કારે બાઇકને ટક્કર મારતા વસ્તી ગણતરીના કામે જઈ રહેલો ક્લાર્ક ઇજાગ્રસ્ત, કેસ દાખલ
    Next Article
    ચોમાસું બેસતા પહેલા ગાંધીનગર મહાપાલિકા એલર્ટ:શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડામવા પ્રિમોન્સુન કામગીરીનો ધમધમાટ, 2500 ઘરોમાં સઘન સર્વેલન્સ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment