Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસું બેસતા પહેલા ગાંધીનગર મહાપાલિકા એલર્ટ:શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડામવા પ્રિમોન્સુન કામગીરીનો ધમધમાટ, 2500 ઘરોમાં સઘન સર્વેલન્સ કરાયું

    1 week ago

    ગાંધીનગરમાં આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે કમર કસવામાં આવી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ભરાતા સ્થિર પાણીમાં મચ્છરોનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાતું હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સોર્સ રીડક્શન કામગીરીના ભાગરૂપે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના કાચા મકાનો અને ઝૂંપડપટ્ટી ધરાવતા વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે પાલિકાની ટીમોએ યુદ્ધના ધોરણે સર્વે અને સફાઈ કામગીરી શરૂ કરી છે. સેક્ટર 5, 6, 7, 13માં 2500થી વધુ રહેઠાણોનો સર્વે આગામી ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે મનપા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જે અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સેક્ટર 5, 6, 7, 13 ના છાપરા વિસ્તાર, આરટીઓ છાપરા, ચરેડી તથા પ્રેસ છાપરા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આશરે 2500થી વધુ રહેઠાણોનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે 3500 કિગ્રા ટાયરોના જથ્થાનો નાશ કર્યો આ સર્વે દરમિયાન ઘરની છત પર અથવા આસપાસ જમા થયેલો ભંગાર, તૂટેલા પાત્રો, માટલા, પક્ષીઓના કુંડા અને જૂના વાહનોના ટાયર જેવી મચ્છર ઉત્પત્તિ માટે જવાબદાર સામગ્રી દૂર કરવામાં આવી હતી. માત્ર એક સપ્તાહના ટૂંકા ગાળામાં જ પાલિકાની ટીમે 3500 કિલોગ્રામથી પણ વધુ વજન ધરાવતા ટાયરોનો નાશ કર્યો છે. જે મચ્છરોના ઉછેર માટે મોટું નિમિત્ત બની શકે તેમ હતા. 1000 પક્ષીઓ માટેના પાણીના કુંડાઓ હટાવાયા આ ઉપરાંત 422 એર કુલરોની તપાસ કરવામાં આવી હતી અને 1000 જેટલા પક્ષીકુંડાઓ હટાવવામાં આવ્યા હતા. ચોમાસા દરમિયાન પક્ષીકુંડામાં પાણી ભરાઈ રહેવાથી તે મચ્છરોના સંવર્ધન કેન્દ્ર બની જાય છે તેથી નાગરિકોને પક્ષીકુંડા દૂર રાખવા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ જે પાત્રોમાં પાણીનો સંગ્રહ કરવો અનિવાર્ય છે તે પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકી રાખવા માટે સ્થાનિકોને કડક સૂચના આપવામાં આવી છે. રૂટીન સર્વેલન્સની સાથે ઘરે-ઘરે પત્રિકાઓનું વિતરણ આ સિવાય પાણીના સંગ્રહિત સ્ત્રોતોમાં મચ્છરના ઈંડા અને ડિંભનો નાશ કરવા માટે એબેટ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. બીજી તરફ જૂન માસને મેલેરિયા વિરોધી માસ તરીકે જાહેર કરવામાં આવ્યો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિની ગતિવિધિઓ પણ તેજ કરવામાં આવી છે. રૂટીન સર્વેલન્સની સાથે ઘરે-ઘરે પત્રિકાઓનું વિતરણ કરીને નાગરિકોને મચ્છરના જીવનચક્ર, મેલેરિયાના લક્ષણો, તેના સમયસર નિદાન અને સચોટ સારવાર વિશે વિગતવાર સમજ આપવામાં આવી રહી છે. સેમિનાર અને વર્કશોપનું આયોજન ઉપરાંત સોમવારથી શાળાઓ અને કોલેજો ફરી ધમધમતી થઈ હોવાથી, હવે શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જાગૃત કરવાના હેતુથી ખાસ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવાનું પણ પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ રોગચાળા પર નિયંત્રણ મેળવવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર:વરસાદ ખેંચાય તો પણ પાણીની મુશ્કેલી નહીં પડે, દરરોજ પૂરતા પ્રેશર સાથે 20 મિનિટ પાણી અપાશે
    Next Article
    બાલાસિનોર-વીરપુર રોડ પર ગંભીર અકસ્માત:ડમ્પરની ટક્કરે દંપતી સાથે 2 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત, ગોધરા સિવિલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment