Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાયક સમાજ દ્વારા ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન:અમદાવાદમાં શનિવારની રાત્રે ગણપતિથી લઈને મહાકાળી માતાના વેશે આકર્ષણ જમાવ્યું

    1 week ago

    નાયક સમાજના લોકો દ્વારા ગત શનિવારની રાત્રે માતાજીના ગુણગાન ગાવા માટે એક ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવાઈ એ ગુજરાતની પ્રાચીન અને લોકપ્રિય નાટ્યકલા છે, જેને જીવંત રાખવા માટે સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા આ સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આખી રાત ચાલેલા સાંસ્કૃતિક ઉત્સવમાં ભક્તજનો અને કલાપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી હતી. જૂના કલાકારોનું અદભુત મંચન આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં ગુજરાતના ભવાઈ કલાના જૂના, જાણીતા અને અનુભવી કલાકારોને ખાસ સ્થાન આપવામાં આવ્યું હતું. કલાકારોએ પોતપોતાની આગવી શૈલી, સચોટ સંવાદો અને પરંપરાગત સંગીતના તાલે ઉપસ્થિત મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. જૂના કલાકારોના સ્ટેજ પરના પર્ફોર્મન્સે ભવાઈના સુવર્ણ યુગની યાદ તાજી કરાવી દીધી હતી. પરંપરાગત ભવાઈની શરૂઆત ગણેશ વંદનાથી થઈ હતી. કાર્યક્રમ દરમિયાન કલાકારો દ્વારા વિવિધ ધાર્મિક અને પૌરાણિક વેશ ભજવવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે ગણપતિ દાદાનો વેશ,ભાથીજી મહારાજનો વેશ,પતાઈ રાજા અને મહાકાળી માતાનો સંવાદાત્મક વેશ,મહાકાળી માતા અને પતાઈ રાજાના વેશ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને લોકોએ માતાજીના જયઘોષ સાથે કલાકારોને વધાવી લીધા હતા. કાર્યક્રમનું સફળ સમાપન ધાર્મિક વેશોની પ્રસ્તુતિ બાદ, ભવાઈના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય અને સામાજિક સંદેશ આપતા ભવાઈ વેશો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 'જસમા ઓડણ' અને 'ગોરમા' જેવા પ્રખ્યાત વેશોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કલાકારોના અભિનય અને લોકસંગીતના તાલે લોકો રાતભર બેસીને આ કાર્યક્રમ માણતા રહ્યા હતા. નાયક સમાજના આ સફળ આયોજન બદલ સમગ્ર પંથકમાં કલાકારો અને આયોજકોની પ્રશંસા થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ યુનિં.માં સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં 15% ફી વધારો થતાં વિરોધ:ABVP ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી
    Next Article
    સુરતના ભૂતિયા ડિમોલિશનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો:મનપા, પોલીસ કમિશનર અને SOG ડેપ્યુટી કમિશનર સામે અરજી, અરજદારને પોતાનું મકાન તૂટવાનો ડર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment