Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિં.માં સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં 15% ફી વધારો થતાં વિરોધ:ABVP ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી

    1 week ago

    પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વનિર્ભર (સેલ્ફ ફાઇનાન્સ) અભ્યાસક્રમોની ફીમાં 15% વધારો મંજૂર કરાયો છે. આ નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી સંગઠને ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. ફી રેગ્યુલેશન કમિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં 15% વધારાનો ઠરાવ કરાયો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા ગત તારીખ 22/05/2026ના રોજ મળેલી બેઠકમાં આ ઠરાવને બહાલી આપવામાં આવી હતી, જેના પગલે ફી વધારો અમલમાં આવ્યો છે. ABVPએ યુનિવર્સિટીના આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. સંગઠનનું કહેવું છે કે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં પૂરતી શૈક્ષણિક સુવિધાઓનો અભાવ હોવા છતાં ફીમાં વધારો કરવો અયોગ્ય છે. યુનિવર્સિટી વહીવટી તંત્ર ફી વધારીને પણ શૈક્ષણિક અને વહીવટી કામગીરી સુધારવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ લાદવાનો આ નિર્ણય અસ્વીકાર્ય છે. ABVPના રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, જો યુનિવર્સિટી સત્તાધીશો ફી વધારાનો નિર્ણય તાત્કાલિક પાછો નહીં ખેંચે, તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે. તેમણે BoM અને FRC કમિટીના સભ્યો, કુલપતિ અને રજિસ્ટ્રાર વિરુદ્ધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થી હિતમાં આ પરિપત્ર રદ નહીં થાય તો સમગ્ર ઉત્તર ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓને એકત્રિત કરીને યુનિવર્સિટી કેમ્પસ અને જિલ્લા મથકોએ પ્રદર્શનો કરાશે.
    Click here to Read More
    Previous Article
    કચ્છને મળશે ફોરલેન રસ્તાઓની ભેટ:CM ભૂપેન્દ્ર પટેલે 629 કરોડ મંજૂર કર્યા, મુન્દ્રા પોર્ટ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે
    Next Article
    નાયક સમાજ દ્વારા ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન:અમદાવાદમાં શનિવારની રાત્રે ગણપતિથી લઈને મહાકાળી માતાના વેશે આકર્ષણ જમાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment