Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છને મળશે ફોરલેન રસ્તાઓની ભેટ:CM ભૂપેન્દ્ર પટેલે 629 કરોડ મંજૂર કર્યા, મુન્દ્રા પોર્ટ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે

    1 week ago

    રાજ્યના મહત્વના માર્ગોને આધુનિક અને વધુ સુવિધાસભર બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ કચ્છ જિલ્લાના 6 મહત્વપૂર્ણ રસ્તાઓને ફોરલેન બનાવવા માટે કુલ 629 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી મજબૂત બનશે તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસને પણ નવી ગતિ મળશે. આ રસ્તાઓને ફોરલેનમાં કન્વર્ટ કરાશે આ માર્ગોના વિકાસથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં અવરજવર કરતા ભારે વાહનોને ઝડપી અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળશે. ખાસ કરીને બાયપાસ માર્ગો બનવાથી ગામડાઓમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને સ્થાનિક લોકોને વધુ સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી કચ્છના આંતરિક વિસ્તારોમાં વિકાસની નવી તકો ઊભી થશે. સાથે જ પ્રવાસન સ્થળો સુધી પહોંચ વધુ સરળ બનતાં પ્રવાસન ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે. સરકારનું માનવું છે કે સુદ્રઢ રોડ નેટવર્કથી લોકોનું ‘ઈઝ ઓફ લિવિંગ’ વધશે અને વિસ્તારના આર્થિક વિકાસને વધુ વેગ મળશે.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષની બાળકીને હાર્ટ એટેક:વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર, ચાર્જ સંભાળતા જ DGP જી.એસ. મલિકની ચેતવણી ,બાગેશ્વરના દરબારમાં મહિલાઓ,બાળકો અને વડીલો ધૂણ્યા
    Next Article
    પાટણ યુનિં.માં સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોમાં 15% ફી વધારો થતાં વિરોધ:ABVP ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment